પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમ ભારત સાથે ગમે તે ટૂર્નામેન્ટમાં હોય પણ વિવાદ તો થાય છે. આ વખતે વિવાદ ભારતમાં યોજાનારા બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ (World cup) ને લઈને છે. હકીકતમાં 6 ડિસેમ્બર, મંગળવારે સાંજે સમાચાર સામે આવ્યા કે પાકિસ્તાનના ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિઝા મળી શક્યા નથી. હવે એવું જાણવા મળ્યું છે કે ભારત આવીને ટૂર્નામેન્ટ રમવા માટે ગૃહ મંત્રાલય તરફથી વિઝા ક્લિયરન્સ મળી ગયું છે.
પીટીઆઈના સમાચાર અનુસાર, ગૃહ મંત્રાલયે પાકિસ્તાનની ટીમને ભારત આવવા અને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિઝા ક્લિયરન્સ આપી દીધું છે. અહેવાલો અનુસાર, મંત્રાલયે 34 સભ્યોની પાકિસ્તાની ટીમના ખેલાડી (Cricket) ઓ અને કોચિંગ સ્ટાફને ભારતમાં આવવા અને રમવા માટે વિઝા આપ્યા છે.
આ વખતે ભારતમાં બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 5 થી 17 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. સેમીફાઈનલ 15 ડિસેમ્બરે રમાશે જ્યારે ગ્રાન્ડ ફાઈનલ 17 ડિસેમ્બરે બેંગ્લોરમાં રમાશે.
ટૂર્નામેન્ટની મેચો માટે દિલ્હી, ફરીદાબાદ, મુંબઈ, ઈન્દોર અને બેંગ્લોરની પસંદગી કરવામાં આવી છે. આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભાગ લઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો: ગીર જંગલમાં તરાપ મારી બે સિંહે ગાયને લોહિયાળ કરી દીધી, ગાયે એવી હિંમત બતાવી કે, ઉભી પૂંછડીએ ભાગ્યા સાવજ.. જુઓ વિડીયો
ઢાકાઃ ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામેની બીજી મેચની બીજી જ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને બોલ વાગ્યા બાદ તેના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું અને તેને મેદાન છોડવું પડ્યું. ઈજા ગંભીર હોવાનું જણાયું હતું. જ્યારે તે મેદાનની બહાર જઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી લોહી ટપકતું હતું. આ બધું બીજી ઓવરના ચોથા બોલ પર થયું જ્યારે અનામુલે એક શોટ માર્યો અને કેચ પકડવા જતા તેના હાથમાં ઈજા થઈ. જો રિપોર્ટ્સનું માનીએ તો તેને એક્સ-રે માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
મોહમ્મદ સિરાજના ઝડપી બોલ પર અનામુલ શોટ ચૂકી ગયો અને બોલ બેટની કિનારી લઈને સ્લિપમાં પહોંચી ગયો જ્યાં રોહિત શર્મા તૈયાર હતો. જો કે, બોલ તેની ધારણા કરતા ઘણો નીચો ઉતર્યો અને તેના હાથ પર વાગ્યો. આ રીતે તે કેચ પણ ન પકડી શક્યો અને તેના હાથ પર ઈજા થઈ. તે તરત જ તેનો લોહી નીકળતો હાથ પકડીને મેદાન છોડી ગયો. તેમની જગ્યાએ રજત પાટીદાર ફિલ્ડીંગ માટે આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: હવે લોટને બદલે બ્રેડમાંથી આ બે રેસીપી તૈયાર કરો, બાળકો અને મોટા બધાને ભાવશે