ખેલ વિશ્વ

IPL પર કોરોનાનો ખતરો, આટલા બધા થયા સંક્રમિત. અને ખેલાડીઓના જીવ જોખમમાં. જાણો વિગત.

Apr, 7 2021


ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ,7 એપ્રિલ 2021

બુધવાર. 

        ગરમીની મોસમ માં જે બે વસ્તુઓની  આતુરતા પૂર્વક રાહ જોવાય છે તેમાંથી એક છે કેરી અને બીજી આઈ પી એલ ક્રિકેટ ટુર્નામેન્ટ. પરંતુ આ કોરોના એ આઇપીએલને પણ પોતાના સકંજા માં લઇ લીધું છે. ગયા વર્ષે કોરોના અને લોકડાઉન ને લીધે આ ટુર્નામેન્ટ યુએઈ માં યોજાઈ હતી. પરંતુ આ વખતે એનું આયોજન મહારાષ્ટ્ર ના મુંબઈ અને પુના જેવા શહેરો માં કરવામાં આવ્યું છે.

        9 એપ્રિલ થી શરૂ થનારી આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના માથે એક વાર પાછું કોરોના સંકટ આવી પડ્યું છે. વાત જાણે એમ છે, આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા ખેલાડીઓ ,ગ્રાઉંડસ્ટાફ અને બ્રોડકાસ્ટ ટિમ ના ઘણા મેમ્બરની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી છે. ખેલાડીઓમાં સુબ્રમણિયમ બદ્રીનાથ, નીતીશ રાણા, અક્ષર પટેલ અને દેવદત્ત પટ્ટીકલની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી છે. જયારે વાનખેડે સ્ટેડિયમ ના 10 ગ્રાઉન્ડસ્ટાફ કોરોના પોઝિટિવ છે. આ સિવાય બ્રોડકાસ્ટ ટિમ ના 14 ક્રુ મેમ્બર્સ કોરોના ની ચપેટ માં આવી ગયા છે. ક્રુ મેમ્બર્સ માં કૅમેરામૅન, પ્રોડ્યૂસર, ડિરેક્ટર, ઓપરેટર અને વિડિઓ એડિટર નો સમાવેશ થાય છે. આ દરેક ને રાખવાની સગવડ એક પાંચ સિતારા હોટેલ માં કરવામાં આવી છે. મુંબઈ ઇન્ડિયન્સ ટિમ ના સલાહકાર કિરણ મોરે પણ કોરોના પોઝિટિવ થયા છે.

મુંબઈના સ્થાને કદાચ હવે આ જગ્યાએ IPL રમાશે, કોરોનાને કારણે પરિસ્થિતિ બદલાઈ...

   BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા એ કહ્યું છે કે,આઈ પી એલ 2021 વિના વિઘ્નો પાર પાડવાનો અમે પ્રયત્ન કરીશું.

       ઉલ્લેખનીય છે કે, કોરોના એ સચિન તેંડુલકર ,યુસુફ પઠાણ ,ઈરફાન પઠાણ જેવા સ્ટાર ખેલાડીઓ ને પણ પોતાની ચપેટ માં લઇ લીધા છે

Leave Comments