10 વર્ષ અને 100 વિકેટ, મુંબઈ ઈન્ડિયન્સના મલિંગાનો રેકોર્ડ ટૂટી ગયો. હવે આ ખેલાડી આગળ.

IPLમાં સૌથી ઝડપી 100 વિકેટ: પંજાબ કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ મેચે IPLમાં એક વિશાળ રેકોર્ડ બન્યો છે. પંજાબ કિંગ્સના આ બોલરને માત્ર એક જ વિકેટ મળી પરંતુ તેણે શાનદાર રેકોર્ડ બનાવ્યો.

by Dr. Mayur Parikh
rabada Breaks record in IPL takes 100 wicket

News Continuous Bureau | Mumbai

IPLમાં એક મોટો રેકોર્ડ બન્યો છે. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ ગુરુવારે IPLમાં ઈતિહાસ રચી દીધો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બન્યો હતો. રબાડાએ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. 
જમણા હાથના ફાસ્ટ બોલરે તેની 64મી આઈપીએલ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે રબાડાએ શ્રીલંકાના અનુભવી ખેલાડી લસિથ મલિંગાને પાછળ છોડી દીધો. જેણે પોતાની 70મી મેચમાં 100મી વિકેટ લીધી હતી.
મલિંગાએ 70 મેચમાં વિકેટની સદીની ઉજવણી કરી હતી. તેણે 2013માં આ અદ્ભુત કારનામું કર્યું હતું. હવે 10 વર્ષ બાદ તેનો રેકોર્ડ તૂટી ગયો છે. રબાડા માત્ર મેચોની દ્રષ્ટિએ સૌથી ઝડપી 100 વિકેટના આંક સુધી પહોંચ્યો ન હતો પરંતુ બોલના સંદર્ભમાં પણ તે આગળ રહ્યોં છે. તેણે આ સિદ્ધિ મેળવવા માટે સૌથી ઓછા 1438 બોલ લીધા હતા. ડ્વેન બ્રાવો સૌથી ઓછા બોલમાં આઈપીએલની 100 વિકેટ લેનારો બીજો બોલર છે. બ્રાવોએ 1619 બોલમાં 100 વિકેટ પૂરી કરી હતી.

 આઈપીએલની સૌથી ઝડપી 100 વિકેટ (બોલ દ્વારા)

1438 – કાગીસો રબાડા
1622 – લસિથ મલિંગા
1619 – ડ્વેન બ્રાવો
1647 – હર્ષલ પટેલ
Join Our WhatsApp Community

You may also like