News Continuous Bureau | Mumbai
હાલમાં જ ગ્રુપ-2માં ટીમ ઈન્ડિયા(Team India)એ ઝિમ્બાબ્વે સામે જીત મેળવી હતી. ઝિમ્બાબ્વે(Zimambwe) સામેની ભારત(India)ની મેચ દરમિયાન ઘણી યાદગાર ક્ષણો હતી, પરંતુ ખાસ કરીને એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રવિચંદ્રન અશ્વિન(Ravichandran Ashwin) ટોસ દરમિયાન વિચિત્ર હરકતો કરતો જોવા મળે છે.
This is the right way to find your clothes. 😂 #Ashwin pic.twitter.com/vpF2JjO9C9
— Shubhankar Mishra (@shubhankrmishra) November 8, 2022
આ વાયરલ વીડિયોમાં રવિચંદ્રન અશ્વિન ટોસના સમયે પોતાનું જેકેટ શોધવા માટે કપડાં સુંઘતો જોવા મળે છે. વીડિયો(Viral video) માં અશ્વિનના હાથમાં બે જેકેટ જોવા મળે છે, જેને તે વારાફરતી સુંઘતો જોવા મળે છે. આ સીનને લઈને યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ મજા લઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રોહિત શર્મા અને ક્રેગ એર્વિન ઈયાન બિશપ સાથે મેદાનમાં ટોસ માટે ઉભા હતા, આ દરમિયાન આર અશ્વિન તેમની પાછળથી આવીને કેટલીક વિચિત્ર હરકત કરી રહ્યો હતો, જે કેમેરામાં કેદ થઈ ગઈ.
આ સમાચાર પણ વાંચો- સાવધાન- આ રાશિના જાતકોએ ક્યારેય લાલ દોરો ન પહેરવો જોઈએ- ઉથલપાથલ થશે
Join Our WhatsApp Community