Site icon News Continuous Bureau | Mumbai

 પ્રતિભાશાળી બેટ્સેમન ઋષભ પંતને વિશેષ સન્માન, આ રાજ્ય સરકારે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર.  

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંત સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં રિષભે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે નંબર વન વિકેટકીપર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. પંતની કારકિર્દી નાની ઉંમરે પણ તેજ કરી રહી છે અને હવે તેની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તરાખંડ સરકાર દ્વારા રિષભ પંતને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ રવિવારે ટ્‌વીટ કરીને આની જાહેરાત કરી હતી. ધામીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, “ભારતના શ્રેષ્ઠ ક્રિકેટ ખેલાડીઓમાંના એક, યુવાનોમાં લોકપ્રિય અને ઉત્તરાખંડના લાલ શ્રી રિષભ પંત, અમારી સરકારે રાજ્યના યુવાનોને રમતગમત અને જાહેર આરોગ્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય રૂપે તમને ‘રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે નિયુક્ત કર્યા છે. 

ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી તરફથી રમતો ઋષભ પંત મૂળ ઉત્તરાખંડના રૂરકી શહેરનો છે. રિષભ પંતનો જન્મ હરિદ્વારમાં થયો હતો, ત્યારપછી તે ક્રિકેટ કોચિંગ માટે દિલ્હી આવવા લાગ્યો અને પછી દિલ્હીની ટીમમાંથી તેણે પોતાની ક્રિકેટ કારકિર્દી આગળ ધપાવી. અહીંથી પંતને ફરીથી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી. ધોનીના રીટાયર્ડમેન્ટ બાદ ટીમ ઈન્ડિયામાં રિષભ પંતને તેનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ઋષભ પંતે 2017માં T20 ઈન્ટરનેશનલ અને ત્યારબાદ 2018માં ટેસ્ટ અને ODIમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે 25 ટેસ્ટ, 18 ODI અને 41 T20 મેચ રમી છે. પંત હાલમાં ટીમ ઈન્ડિયા સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં તે ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહ્યો છે.

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version