News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટ ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરની સૌથી મજબૂત ટીમોમાંની એક માનવામાં આવે છે. ભારતમાં મહાનગર થી લઈને ગામડાઓ સુધી ક્રિકેટનો ક્રેઝ જોવા મળે છે. ક્રિકેટ માટે જરૂરી મૂળભૂત સાધનો અને સુવિધાઓનો અભાવ હોવા છતાં, ઘણા ખેલાડીઓએ આ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું છે.
હાલ ભારતીય ક્રિકેટરોની કુશળતા દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાઉન્ડ્રી પર એક ખેલાડીએ લીધેલા કેચનો છે. આ વીડિયોથી ભારતીય ક્રિકેટ ફેન્સના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પ્રભાવિત થયા છે. જોકે આ વીડિયો કોઈ ઈન્ટરનેશનલ મેચનો નહીં પરંતુ બેલગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનો છે જેમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમાય છે.
आंतराष्ट्रीय क्रिकेटला साजेल असा झेल बेळगावच्या डेपो मैदानावर पकडला गेला श्री ट्रॉफीच्या सेमी फायनल मधील एस आर एस हिंदुस्थान विरुद्ध साईराज वॉरियर्स यांच्यातल्या सामन्या दरम्यान डोळ्याचे पारणे फेडणारा सीमारेषा लगतचा झेल बेळगावच्या किरण तरळेकर यांनी पकडला…@RRPSpeaks @mca pic.twitter.com/wmBl8H9JBD
— Belgaumlive (@belgaumlive) February 12, 2023
વિડીયોમાં જોઈ શકાય છે કે ફિલ્ડર બાઉન્ડ્રીની અંદર ઊભો રહ્યો અને બોલ નીચે આવવાની રાહ જોતો હતો અને જ્યારે બોલ નીચે આવી રહ્યો હતો ત્યારે આ ફિલ્ડરે રોનાલ્ડોની જેમ સાયકલ કિક વડે બોલને પાછો જમીન પર મોકલી દીધો અને બીજા ફિલ્ડરે તેને પકડી લીધો.ક્રિકેટ આ જોઈને ત્યાં બેઠેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. સચિને આ વીડિયો ટ્વિટ કરીને લખ્યું છે કે, જ્યારે તમે એવા ખેલાડીને મેદાનમાં લાવશો, જે ફૂટબોલ રમવું પણ જાણે છે ત્યારે આવું થાય છે.
આ સમાચાર પણ વાંચો : ખૂબ જ કામનુ / નવવિવાહિત યુગલોને મળી રહ્યાં છે 2.5 લાખ રૂપિયા, આવી રીતે તાત્કાલિક કરો અરજી