News Continuous Bureau | Mumbai
ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ( Sania Mirza ) પોતાના કરિયરની છેલ્લી ટૂર્નામેન્ટમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સાનિયા અને રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની ( Australian Open 2023 Final ) મિક્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ્યા.
સાનિયા-રોહનની જોડીએ નીલ સ્કુપસ્કી અને ડેસિરા ક્રાવ્ઝિકને હરાવ્યું
સાનિયા-રોહનની જોડીએ મિક્સ ડબલ્સની સેમિફાઇનલ મેચ 7-6 (7-5), 6-7 (5-7), 10-6થી જીતી. આ મેચ જીત્યા બાદ સાનિયા અને રોહને પોતાના બાળકો સાથે મેદાન પર જ જોરદાર ઉજવણી કરી હતી. સાનિયાએ મેચ જીત્યા બાદ તેનો ચાર વર્ષનો પુત્ર ઇઝાન મિર્ઝા મલિક દોડતો મેદાન પર આવ્યો હતો.
Cuteness alert ❤️❤️
Sania Mirza’s son Izhaan running out on the court to celebrate her mum reaching the #AustralianOpen mixed doubles final is the kind of positivity we all need!pic.twitter.com/bcm67Zc7BS
— The Bridge (@the_bridge_in) January 26, 2023
આ સમાચાર પણ વાંચો: HOCKEY: જર્મની હોકી વર્લ્ડકપની ફાઇનલમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ સામે ટકરાશે
સાનિયાએ દીકરા ઈઝાનને કિસ કરીને સેલિબ્રેશન કર્યું. તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાનિયા પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂકી છે. આ ઓસ્ટ્રેલિયન ઓપન તેની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ હતી.
Join Our WhatsApp Community