Site icon News Continuous Bureau | Mumbai

ગુગલીનો બાદશાહ શેન વોર્ન અંગત જીવનમાં વિવાદમાં રહ્યોં. જુઓ તેની ટોપ-ટેન બ્યુટીફુલ ગર્લફ્રેન્ડ. 1000થી વધુ સ્ત્રીઓ સાથે સંબંધ હતા..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ, 2022,          

Join Our WhatsApp Channel

શનિવાર, 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર ​​શેન વોર્ને શુક્રવારે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમણે 52 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. શેન વોર્નનું થાઈલેન્ડમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમના અવસાનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.

19 વર્ષ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ પર રાજ કરનાર શેન વોર્ન પોતાની રમતની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં હતો. ખાસ કરીને સ્ત્રીઓ પ્રત્યેની તેમની રુચિની વાર્તાઓ મીડિયામાં ચર્ચનો વિષય બની રહેતી હતી. 

 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, બ્રિટિશ-ઓસ્ટ્રેલિયન પત્રકાર પોલ બેરી એ આ મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટરના મૂડ અને શાનદાર જીવન પર એક પુસ્તક લખ્યું હતું. જેમાં તેમણે દાવો કર્યો છે કે, વોર્નના 1000 મહિલાઓ સાથે સંબંધો હતા. પરંતુ તેમના જીવનમાં તેઓ માત્ર 5 વખત જ પકડાયા.

આ અંગે શેન વોર્ને ‘ટેલિગ્રાફ’ને કહ્યું, ‘આ ચોંકાવનારો રેકોર્ડ વ્યાપક નથી. પોલના પુસ્તક વિશે હું એટલું જ કહીશ કે તેમાં ઘણી બધી ભૂલો છે, જેમાં 1000 મહિલાઓની વળી વાતનો સમાવેશ થાય છે. 

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું સૌથી મોટું એલાન, ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા કર્યો મોટો નિર્ણય

શેન વોર્ન પર વર્ષ 2000માં બ્રિટિશ નર્સ ડોના રાઈટે અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી વોર્નને ઓસ્ટ્રેલિયન ટીમની વાઇસ કેપ્ટન્સી છોડવી પડી હતી. ડોનાનો આરોપ હતો કે વોર્ન તેના પર સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. વોર્ને ફોન પર ગંદી વાત કરી અને અશ્લીલ મેસેજ પણ કર્યા.

શેન વોર્નનું નામ ઘણા મોટા મોડલ સાથે જોડાયેલું છે. વોર્નના સંબંધ બ્રિટિશ અભિનેત્રી લિઝ હાર્લી સાથે પણ હતા. તે જ સમયે દક્ષિણ આફ્રિકામાં એક મહિલાએ વોર્ન પર તેની સાથે છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. રિપોર્ટ અનુસાર શેન વોર્નની એક સમયે ત્રણ ગર્લફ્રેન્ડ હતી.

લેવિશ લાઈફના શોખીન શેન વોર્નના બ્રિટિશ એક્ટ્રેસ લિઝ હર્લી અને પ્લેબોય મોડલ એમિલી સ્કોટ સહિત અનેક મહિલાઓ સાથે અફેર હતા. કેટલીક વાર પોર્ન સ્ટાર્સ સાથે તેના કનેક્શનના અહેવાલો પણ આવતા હતા.

આપને જણાવી દઈએ કે શેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1969ના રોજ ઓસ્ટ્રેલીયામાં થયો હતો. શેન વોર્નની ગણતરી દિગ્ગજ બોલર અને દિગ્ગજ ક્રિકેટરોમાં થાય છે. શેન વોર્નની સ્પિન બોલીંગમાં સારી પકડ હતી. તેઓ બેથી ત્રણ પ્રકારની ગુગલી બોલીંગ કરી શકતા હતા.  શેન વોર્ને ભુલાઈ ગયેલી લેગ સ્પિનની કળા પરત લાવી હતી.

વર્ષ 2006માં શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા હતા. વર્ષ 1993ની એશીસ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે વોર્ને 6 ટેસ્ટ મેચમાં 34 વિકેટ ઝડપી હતી.

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version