News Continuous Bureau | Mumbai
Cause of death of Shane Warne: ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્નનું મૃત્યુ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વાસ્તવમાં, વોર્નના મૃત્યુ સાથે જોડાયેલો એક ખૂબ જ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ડોક્ટરોએ દાવો કર્યો છે કે શેન વોર્નના મૃત્યુનું કારણ કોરોનાની રસી હોઈ શકે છે. હકીકતમાં, રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્નને આપવામાં આવેલી કોવિડની રસી (covid vaccine) હૃદય સંબંધિત બીમારીઓ (Heart Disease) ને વધારે છે. જણાવી દઈએ કે વોર્નનું મૃત્યુ હાર્ટ એટેક (Heart Attack) થી થયું હતું.
આ સમાચાર પણ વાંચો: દીપિકા કક્કરે આપ્યો પ્રથમ બાળકને જન્મ, પોસ્ટ શેર કરી આપી માહિતી
શેન વોર્નના મૃત્યુનું કારણ કોરોનાની રસી હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, શેન વોર્નને થાઈલેન્ડમાં હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મૃત્યુના લગભગ 9 મહિના પહેલા તેમને કોરોનાની રસી મળી હતી. રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે વોર્નને જે કોરોનાની રસી મળી હતી, તેનાથી હૃદય સંબંધિત બિમારીઓ વધે છે. એક ઓસ્ટ્રેલિયન ડોક્ટર અને ભારતીય મૂળના બ્રિટિશ કાર્ડિયોલોજિસ્ટે કહ્યું છે કે શેન વોર્નના મૃત્યુનું કારણ કોરોનાની રસી હોઈ શકે છે.
વોર્નને COVID mRNA રસી મળી હતી, જેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા છે. વોર્ને આ રસી તેના મૃત્યુના લગભગ 9 મહિના પહેલા લગાવી હતી. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અસીમ મલ્હોત્રા અને ડૉ. ક્રિસ નીલે જણાવ્યું હતું કે COVID mRNA રસી કોરોનરી રોગના ઝડપથી ફેલાવાનું કારણ બની શકે છે. ખાસ કરીને એવા લોકોમાં જેમને પહેલાથી જ કોઈ હૃદય રોગ હોય.
ડોક્ટર મલ્હોત્રાએ કહ્યું, “પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોર્નને 52 વર્ષની ઉંમરે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. જો કે, બધા જાણે છે કે વોર્નની જીવનશૈલી બહુ સ્વસ્થ ન હતી. તે ધૂમ્રપાન કરતો હતો. અને તેનું વજન પણ વધારે હતું.” મારા પિતાનું પણ ફાઈઝર રસી (Pfizer Vaccine) ના બે ડોઝ લીધા પછી અવસાન થયું અને રસી પછી તેમનો હૃદય રોગ ઝડપથી આગળ વધ્યો.”