News Continuous Bureau | Mumbai
રમત જગત માં દેશની દીકરીઓ દેશનું નામ દુનિયાના ફલક પર અંકિત કરતી થઇ છે. તેમાંય પણ પુરુષોનો એકાધિકાર ધરાવતી ક્રિકેટ ઉપર પણ હવે મહિલા ખેલાડીઓ દબદબો ધરાવે છે. વિશ્વ ફલક પર ભારતીય મહિલા ક્રિકેટરોએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એકે ગ્રામીણ દીકરીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દીકરી ચોગ્ગા અને છગ્ગા મારતી જોવા મળે છે.
આ વાયરલ વીડિયોમાં ખેતરમાં એક છોકરી ખુલ્લા પગે ક્રિકેટ રમતી જોવા મળી રહી છે અને મેદાનમાં ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ રહ્યો છે. માત્ર 36 સેકન્ડના આ વીડિયોમાં છોકરીએ દરેક દિશામાં શોટ રમ્યા છે.
Kal hi toh auction hua.. aur aaj match bhi shuru? Kya baat hai. Really enjoyed your batting. 🏏👧🏼#CricketTwitter #WPL @wplt20
(Via Whatsapp) pic.twitter.com/pxWcj1I6t6
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2023
આ સમાચાર પણ વાંચો: ના હોય.. રાજા ચાર્લ્સની પત્ની રાણી કેમિલાએ કોહિનૂર હીરાનો તાજ પહેરવાની પાડી દીધી ના, જાણો શું છે કારણ ?
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા આ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે શેર કર્યો છે અને લખ્યું- “ગઈકાલે હરાજી થઈ અને મેચ આજે શરૂ થઈ… શું વાત છે, તમારી બેટિંગ જોઈને ખૂબ મજા આવી.” સચિને વીડિયો #cricketTwitter #wpl અને @wplT20ને પણ ટેગ કર્યો છે.
Join Our WhatsApp Community