ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
ક્રિકેટપ્રેમીઓની દીવાનગી અત્યારે સાતમા આકાશે છે. દુબઈમાં ચારેકોર વર્લ્ડ કપનાં બૅનર્સ દેખાઈ રહ્યાં છે. હર કોઈ ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો જોવાની ઇચ્છા રાખે છે, પરંતુ કેટલાક જ નસીબદારોને સ્ટૅડિયમમાં પ્રવેશ મળશે. રવિવારના રોજ થનારી આ મૅચની ટિકિટ બે અઠવાડિયાં પહેલાં વેચાઈ ગઈ હતી. ટિકિટનું વેચાણ શરૂ થયાની 30 મિનિટમાં વેઇટિંગ 13,000ને પાર થઈ ગયું હતું. 12 હજારથી 2 લાખ રૂપિયાની ટિકિટો વેચાઈ રહી છે. જોકે લોકોએ હજી આશા છોડી નથી.
આ મૅચનો આનંદ લેવા માટે ભારત અને પાકિસ્તાનના મૅચ-રસિયાઓ દુબઈ તરફ જઈ રહ્યા છે. દુબઈની હૉટેલો પણ લગભગ ફૂલ થઈ ગઈ છે. એક મીડિયા સંસ્થાના જણાવ્યા મુજબ અમેરિકા અને કૅનેડાના લોકોએ પણ આ મૅચ જોવા માટે પૅકેજ ખરીદ્યા છે. દુબઈની ટ્રાવેલ કંપની દાદાભાઈના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે મૅચની ટિકિટ સાથે વન નાઇટ સ્ટેના 500 પૅકેજ રજૂ કર્યા હતા. આ બધા જ વેચાઈ ગયાં છે. એક પૅકેજની કિંમત 40,700 રૂપિયા હતી. દુબઈમાં રેસ્ટોરાં અને બારમાં લોકોને આકર્ષિત કરવા માટે જાતજાતની ઑફરો અપાઈ છે.
આવો તે કેવો ગુસ્સો? પત્ની કાન પાસે બરાડા પાડતી હતી એટલે ચાલુ એરક્રાફ્ટમાંથી ફેંકી દીધી.
વેબસાઇટ પર આ મૅચની ટિકિટો ચારથી પાંચ ગણા ભાવે વેચાઈ રહી છે. સૌથી મોંઘી ટિકિટ લગભગ બે લાખ રૂપિયાની હતી, જે સામાન્ય ટિકિટ કરતાં 333 ઘણી મોંઘી છે. અલગ-અલગ સ્ટૅન્ડના અલગ અલગ ભાવ છે. સૌથી ઓછી કિંમતની ટિકિટ 12,500 રૂપિયા હતી. એ ઉપરાંત 31,200 અને 54,100 રૂપિયા પ્રીમિયમ અને પ્લેટિનમ સ્ટૅન્ડના ટિકિટના દર છે.
રિપૉર્ટ મુજબ ટીવી ઉપર આ મૅચની જાહેરાત પણ બહુ મોંઘી વેચાઈ છે. કહેવાઈ રહ્યું છે કે 10-10 સેકન્ડના સ્લોટ 25થી 30 લાખ રૂપિયામાં વેચાઈ ગયા છે. આ પહેલાં આટલી મોંઘી જાહેરાતો વેચાઈ નથી.