News Continuous Bureau | Mumbai
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે બેવડી સદી ફટકારીને તેની 100મી ટેસ્ટને યાદગાર બનાવી હતી. આ સાથે જ ટેસ્ટ મેચના ઈતિહાસમાં આવું કરનાર તે બીજો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા જો રૂટે તેની 100મી ટેસ્ટમાં ભારત સામે બેવડી સદી ફટકારી હતી. 200 રન પૂરા કર્યા બાદ વોર્નરે શાનદાર ઉજવણી કરી હતી, પરંતુ તે તેને ભારે પડી છે.
A double century for David Warner!
But his #OhWhatAFeeling jump comes at a cost! 😬#AUSvSA | @Toyota_Aus pic.twitter.com/RqJLcQpWHa
— cricket.com.au (@cricketcomau) December 27, 2022
વોર્નર ઉજવણી કર્યા બાદ નાના અકસ્માતનો શિકાર બન્યો છે. વોર્નર સદી કે બેવડી સદી ફટકાર્યા પછી હવામાં ઉછળે છે. આમ કરવાથી તેને ઈજા થઈ પહોંચે છે. હવામાં કૂદકો માર્યા પછી જ્યારે તેણે પોતાનો પગ જમીન પર મૂક્યો ત્યારે તે સીધો ઊભો રહી શકતો ન હતો. તેના પગની માંસપેશીઓમાં ખેંચાણ આવી હતી, આ દરમિયાન વોર્નરને તેના સાથી બેટ્સમેન ટ્રેવિસ હેડે ટેકો આપ્યો હતો. આ પછી મેડિકલ ટીમ મેદાન પર પહોંચી હતી. ત્યારબાદ તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. વોર્નર હાલમાં 200 રન બનાવીને રિટાયર્ડ હર્ટ છે. એટલે કે તે ફરીથી બેટિંગ કરવા ઉતરી શકે છે અને જો આમ થાય છે તો 200 રનનો સ્કોર હજુ પણ મોટો થતો જોવા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો: વીકએન્ડ પર ફરવા જઈ રહ્યા છો? તો આ સમાચાર જરૂર વાંચજો.. ‘આ’ કિલ્લા પર 30મી ડિસેમ્બરથી 1લી જાન્યુઆરી સુધી પ્રવાસીઓના પ્રવેશ પર છે પ્રતિબંધ
Join Our WhatsApp Community