News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ પર હુમલો થયો છે. રિપોર્ટ્સ અનુસાર, આ આખો મામલો સેલ્ફીથી શરૂ થયો જે લડાઈમાં ફેરવાઈ ગયો. તેટલું જ નહીં, તેમના મિત્રની કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
Hustle video of #Cricketer #Prithvishaw & #influencer #Sapnagill outside Barrel mansion club in vile parle east #Mumbai, it is said that related to click photo with cricketer later whole fight started. @PrithviShaw @MumbaiPolice @DevenBhartiIPS @CPMumbaiPolice @BCCI pic.twitter.com/6LIpiWGkKg
— Mohsin shaikh 🇮🇳 (@mohsinofficail) February 16, 2023
મળતી માહિતી પ્રમાણે, મુંબઈની એક હોટલમાં ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી પડાવવા આરોપીઓ પૃથ્વી પાસે પહોંચ્યા હતા. બંને આરોપીઓએ પૃથ્વી શૉ સાથે સેલ્ફી લીધી હતી, ત્યાર બાદ બંનેએ ફરી સેલ્ફી લેવા માટે ક્રિકેટરને કહ્યું હતું, જે માટે પૃથ્વીએ ઈન્કાર કરી દીધો હતો. પૃથ્વી શોએ ઈન્કાર કર્યા બાદ હોટલના મેનેજરે બંને આરોપીઓને હોટલમાંથી બહાર કાઢી મુક્યા હતા. ત્યારબાદ આ વાત બાદ ગુસ્સે ભરાયેલા આરોપીઓએ થોડીવાર બાદ હોટલમાંથી બહાર નિકળેલા પૃથ્વીની કારનો પીછો કર્યો હતો.
ક્રિકેટર પૃથ્વી શૉની ગાડી જ્યારે જોગેશ્વરી લિંક રોડ પેટ્રોલ પંપ પાસે પહોંચી હતી, ત્યારે તે સમયે આરોપીઓએ પૃથ્વીના કારને સામેથી રોકી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ બેટથી કારના કાચ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કારમાં ક્રિકેટ પૃથ્વી શૉ પણ હતો. કારમાં તેનો એક મિત્ર, ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ પણ હતો. આ ઉપરાંત મામલો થાળે પાડવા માટે તેના પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આ વર્ષની શિવ જયંતિ હશે ખાસ! આગ્રાના આ કિલ્લામાં ઉજવાશે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.. પુરાતત્વ વિભાગે આપી મંજૂરી
ઓશિવારા પોલીસે આ મામલે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરી કરી છે. એફઆઈઆરની નકલ અનુસાર, આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 143, 148, 149, 384, 427, 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લે ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી ટી 20 મેચની સિરિઝમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં હતા. પરંતુ તે કોઈપણ મેચમાં મેદાનમાં આવી શક્યા નહોતા.
Join Our WhatsApp Community