ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર, 2021
મંગળવાર
તેલંગણાના CM ચંદ્રશેખર રાવે કેન્દ્રની મોદી સરકારને બરાબરની નિશાન પર લેતા આકરા પ્રહાર કર્યાં છે.
હૈદરાબાદમા મીડિયા સાથે વાત કરતા ચંદ્રશેખર રાવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ઇંધણની કિંમતો પર જુઠું બોલી રહી છે.
કાચા તેલની કિંમતો 2014 માં 105 અમેરિકી ડોલર હતી અત્યાર હવે 83 ડોલર છે પરંતુ ભાજપ જનતા સાથે જુઠુ બોલ્યુ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યાં છે.
સાથે જ તેમણે ભાજપ નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ નેતાઓએ તેમની પર ફાલતુ ટીપ્પણી કરી તો તેમની જીભ કાપી લેવામાં આવશે.
આ ઉપરાંત ખેડૂત આંદોલન પર મોટું નિવેદન આપતા ચંદ્રશેખર રાવે જણાવ્યું કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને અમે સમર્થન આપીએ છીએ. કેન્દ્ર સરકારે આ ત્રણ કાયદાને રદ કરવા જોઈએ.
દેશના આ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વધ્યો વૅક્સિનનો વેડફાટ, સૌથી વધુ આ રસીનો થયો બગાડ; જાણો વિગતે