ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનમાં ઘણાં વાહનો ખડકો નીચે દબાઈ ગયાં છે, જેમાં રસ્તો બંધ હોવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે, જેના કારણે કોઈ ગાડી આ વિસ્તારમાંથી પસાર થઈ રહી નથી ત્યારે પોલીસકર્મીઓ ભેખડો હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ભેખડો ઔરંગાબાદ-ધુળે હાઇવે નજીક આવેલા કન્નડ ઘાટ પર પડી છે. સ્થાનિક વહીવટ તરફથી મદદની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જોકે ઘાટ પર હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.
બીજી તરફ ભારતીય હવામાન વિભાગ અનુસાર રાજ્યના વિદર્ભના પશ્ચિમી ભાગમાં ઓછા દબાણના વિસ્તારમાં મુંબઈ અને તેના ઉપનગરમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ ચાલુ રહેશે. તેમ જ મોટા ભાગના સ્થળ પર મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સિવાય જુદાં-જુદાં સ્થળ પર ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ભૂસ્ખલન થતાં વાહનો ભેખડો નીચે દટાયાં; જુઓ વીડિયો#maharashtrarain #jalgaon #landslide #vehicle #AurangabadChalisgaonhighway #kannadghat pic.twitter.com/Pz2HktcQEb
— news continuous (@NewsContinuous) August 31, 2021