ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતભરના અનેક ભાગમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મેઘરાજાએ મન મૂકીને વરસ્યા બાદ પોતાનું તાંડવ દેખાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે રાજ્યના કેટલાક ભાગો તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.
કોંગ્રેસને મોટો ઝટકો : આ દિગ્ગજ નેતા નો પુત્ર ભાજપમાં જોડાયો
વરસાદી માહોલ વચ્ચે તાલાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહાકાય મગર છીછરા પાણીમાંથી ઊંડાં પાણીમાં જતો જોવા મળી રહ્યો છે. રસ્તા પર મગર ચઢી આવતાં ત્યાંથી પસાર થતા રાહદારીએ મગરનો વીડિયો કૅમેરામાં કેદ કરી લીધો છે. આશરે 9થી 10 ફૂટનો મગર થોડી વાર માટે રાહદારીનો રસ્તો રોકી લે છે. ત્યાર બાદ તેજ ગતિથી જાણે કોઈ સાથે 100 મીટર દોડની રેસ લગાવતો હોય એમ દોટ મૂકે છે અને ઊંડાં પાણીમાં છલાંગ લગાવી દે છે. વીડિયો સાસણ રોડ પર આવેલા ચેકડૅમનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જુઓ વીડિયો..