ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્ય સરકારના મંત્રી વિજય વડેટ્ટીવારે ગૃહને લેખિત માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં પાંચ મહિનામાં 1076 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
ખેડૂતોની આત્મહત્યાનો આ આંકડો જૂન 2021થી ઓક્ટોબર 2021 સુધીનો છે અને ડેટા અનુસાર દરરોજ 7 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
વડેટ્ટીવારે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનારા આ ખેડૂતોમાંથી 491ને જિલ્લા સ્તરીય સમિતિઓ દ્વારા રાજ્ય સરકારની મહાત્મા જ્યોતિરાવ ફૂલે લોન માફી યોજના માટે યોગ્ય પણ જાહેર કરવામાં આવ્યા છે.
આ ખેડૂતોને યોજના હેઠળ આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં 2,680 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. મહારાષ્ટ્ર પછી કર્ણાટકમાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યાના કેસ સામે આવ્યા છે.