આ વખતે ભાજપને 182 બેઠકોમાંથી પ્રચંડ બહુંમતી મળી છે જ્યારે કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. ત્યારે પ્રથમ વખત 182 વિધાનસભા બેઠકોમાં ઝંપલાવેલી આપ પાર્ટીને પણ 5 સીટો મળી છે ત્યારે ઉમેદવારો દ્વારા જે ડીપોઝિટ ભરવામાં આવે છે તે પણ આ વખતે ડૂલ થઈ છે. મળતી વિગતો અનુસાર 128 ઉમેદવારોની ધારાધોરણચ મુજબ ડીપોઝિટ ડૂલ થઈ છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સીઆર પાટીલે અનેક વખત ડીપોઝિટ ડૂલ થશે તેવી ધારણ વિપક્ષને લઈને કરી હતી ત્યારે ડિપોઝિટ ડૂલ થવી એટલે શું?, ઉમેદવારે કેટલી ડિપોઝિટ આપવાની હોય છે? આ વખતે કઈ પાર્ટીએ સૌથી વધુ ડિપોઝીટ ગુમાવી? જે આ પ્રકારે સમજવા જેવું છે. ચૂંટણીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરનાર ઉમેદવારની ડિપોઝીટમાંથી 5-10 હજાર રૂપિયા પરત ન આવે તો એ મોટી વાત નથી, પરંતુ ડિપોઝીટ જપ્ત કરવી એ રાજકીય પ્રતિષ્ઠા પર દાગ સમાન પણ છે.
ગુજરાતના આ 22 જિલ્લામાં કોંગ્રેસને બેઠક નહીં, 128 ઉમેદવારોની ડિપોઝિટ થઈ જપ્ત, જાણો ચૂંટણીમાં કેવી રીતે થાય છે ડિપોઝિટ ડૂલ
આ વખતે ગુજરાતના 33માંથી 22 જિલ્લામાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 5 બેઠકો જીતીને ખરાબ પ્રદર્શન કર્યું
197 Join Our WhatsApp Community
જો કોઈ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર હોય તો તેણે ચૂંટણી પંચને 10,000 રૂપિયા ડિપોઝિટ તરીકે ચૂકવવા પડશે. લોકસભા ચૂંટણીમાં આ રકમ 25 હજાર રૂપિયા છે. પરંતુ SC-ST ઉમેદવારોએ અડધી ડિપોઝિટ એટલે કે વિધાનસભા માટે 5000 અને લોકસભા ચૂંટણી માટે 12,500 ચૂકવવા પડતા હોય છે.
જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં કુલ મતોના 16.6 ટકા મત મેળવે છે તો તે ડિપોઝિટ પરત મેળવવા માટે હકદાર છે. એટલે કે, જે તે ઉમેદવારને ચૂંટણીમાં કુલ 1 લાખ મત પડે તો 16 હજાર 666 મત મેળવનારની ડિપોઝીટ પરત આવી શકે છે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમયની અંદર ઉમેદવારી પાછી લેવાની હોય છે. 33માંથી 22 જિલ્લામાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી
આ વખતે ગુજરાતના 33માંથી 22 જિલ્લામાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 5 બેઠકો જીતીને ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેથી જ 128 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી જ્યારે કોંગ્રેસના 44 ઉમેદવારોની ડિપોઝીટ બચાવી શકાઈ નથી.