News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) 25 વર્ષ પહેલા જૂના મુંબઈ પુણે હાઈવે (Mumbai Pune Highway) (દહિસર મોરી વિસ્તાર) પરના 14 ગામોને નવી મુંબઈમાં(Navi Mumbai) સમાવેશ કરવાના ગ્રામજનોના(villagers) વિરોધને પગલે સરકારે તે નિર્ણય મોકૂફ રાખ્યો હતો. પરંતુ હવે તે જ ગ્રામજનોના આગ્રહને કારણે મંગળવારે તે 14 ગામોનો નવી મુંબઈ નગરપાલિકામાં(Navi Mumbai Municipality) સત્તાવાર રીતે સમાવેશ કરવામાં આવ્યો હતો. સોમવારે તેને લગતો વટહુકમ શહેરી વિકાસ વિભાગ (Department of Urban Development) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
થાણે જિલ્લા પરિષદના(Thane Zilla Parishad) આ ગામોનો છેલ્લા 15 વર્ષોમાં યોગ્ય રીતે વિકાસ થયો ન હોવાથી, ગ્રામજનોએ છ મહિના પહેલાં તત્કાલીન શહેરી વિકાસ પ્રધાન(Urban Development Minister) અને હાલના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને(Eknath Shinde)વિનંતી કરી હતી કે આ ગામોને નવી મુંબઈ નગરપાલિકામાં ફરીથી સામેલ કરવામાં આવે. તેમણે આ વટહુકમ સાથે તે માંગનો સ્વીકાર કર્યો છે.
નવી મુંબઈ મ્યુનિસિપલ વિસ્તારમાં 29 ગામો, 49 ઝૂંપડપટ્ટી વસાહતો અને 10 સિડકો વસાહતોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં, રાજ્ય સરકારે 1994માં દહિસર, મોકાશી, વાલીવલી, પિંપરી, નિઘુ, નાવલી વક્લાન, બમરલી નારીવલી, બાલે, નાગાંવ, ભંડારલી, ઉત્તરશિવ, ગોટેઘર જેવા 14 ગામોનો સમાવેશ કર્યો હતો. પાલિકાએ પણ આ ગામ માટે નળ યોજનાઓ, રસ્તાઓ જેવી કેટલીક માળખાકીય સુવિધાઓનું નિર્માણ પણ શરૂ કર્યું હતું. 1995 અને 2000ની બે નગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી 2 કોર્પોરેટર પણ ચૂંટાયા હતા. પરંતુ 2005ની નગરપાલિકાની ચૂંટણીમાં અહીંના ગ્રામજનોએ 'પાલિકા હટાવ'ના નારાની શરૂઆત કરી હતી. નગરપાલિકા દ્વારા લાદવામાં આવેલ મિલકત વેરો અને અહીંની સરકારી જમીન પાલિકા હસ્તક થઈ જશે તેવી ભીતિના કારણે ગ્રામજનોનો આ વિરોધ ચરમસીમાએ હતો. નગરપાલિકા વિરૂદ્ધ તેઓએ કાઢેલી કૂચમાં મુખ્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જ્યારે આગેવાનોના નામના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. 14 ગ્રામ સંઘર્ષ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આથી ચૂંટણી અરજી ભરવાનો પ્રયાસ કરી રહેલા પૂર્વ કોર્પોરેટરના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક બાઈક શો રૂમમાં ફાટી નીકળી ભીષણ આગ- આટલા લોકો જીવતા ભૂંજાયા- પીએમ મોદીએ જાહેર કરી સહાય
વ્યાપક હિંસા અને વિરોધને કારણે, રાજ્ય સરકારે જૂન 2007માં જાહેરાત કરી કે આ ગામોને નગરપાલિકામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તે સમયે ગ્રામજનો શાંત થયા પરંતુ નજીકના થાણે કલ્યાણ ડોમ્બિવલીની નગરપાલિકા આ ગામોનો સમાવેશ કરવા તૈયાર ન હતી. ત્યારબાદ આ ગામોનો વિકાસ રૂંધાયો, મોટા પાયે અનધિકૃત બાંધકામો અને અતિક્રમણો વધ્યા. ગુનાઓ વધ્યા છે અને કોમવાદ ફૂલ્યોફાલ્યો છે. ગામડાઓ ઘણી સંગઠિત ગેંગ માટે આશ્રયસ્થાન બની ગયા છે અને બાંગ્લાદેશી ઘૂસણખોરો ફેલાઈ ગયા છે. ગ્રામજનો માટે હવે જીવવું મુશ્કેલ બન્યું છે. આ ગામોને કોઈ વાલી નથી. જિલ્લા પરિષદનું ભંડોળ ઓછું છે. ઘણી સમસ્યાઓ ઊભી થઈ હોવાથી, 14 ગામના કેટલાક પ્રગતિશીલ ગ્રામજનોએ જે બન્યું તે ભૂલીને નવી મુંબઈ નગરપાલિકામાં પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. છેવટે સરકારે 14 ગામોના લગભગ ત્રણ હજાર ગ્રામવાસીઓને નવી મુંબઈ નગરપાલિકામાં સમાવવાનો મંગળવારે અમલમાં મૂકવામાં આવ્યો હતો.