News Continuous Bureau | Mumbai
બિપોરજોય વાવાઝોડાના સંભવિત સંકટને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે. દરીયામાં અત્યારથી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. સંભવિત સંકટને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાવચેતીના ભાગરુપે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ મોડમાં છે. અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં દરીયાઈ વિસ્તારો એવા સૌરાષ્ટ્રમાં દ્વારકા, જાફરાબાદ, કચ્છ, અમરેલીના દરીયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 15 ફૂટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. કોઈપણ ઈમજરન્સીમાં પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ ખડે પગે તૈનાત કરવામાં આવી છે.
ગુજરાતમાં આવતીકાલ સુધીમાં રાજ્યમાં નજીક બિપોરજોય વાવાઝોડું આવી શકે છે. 9થી 12 તારીખ સુધીમાં ગુજરાતમાં દરિયા કાંઠે અસર પાડી શકે છે. ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ થઈ શકે છે. દરીયાકાંઠે ગુજરાતમાં 60થી 100 કિમી જેટલો ઝડપી પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતને મોટું નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા ઓછી છે. પરંતુ તંત્રએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે. વાવાઝોડું આગળથી ફંટાઈને પાકિસ્તાન તરફ જાય તેવી વધુ શક્યતા છે.
અગાઉ બે વર્ષ પહેલા તાઉતે વાવાઝોડાએ પણ ભારે નુકસાન કર્યું હતું. જેને લઈને ગુજરાત સરકારે અગાઉથી જ સરાહનીય કામગિરી કરી હતી અને વાવાઝોડાના સંકટને પહોંચી વળવામાં પ્રી પ્લાનિંગથી અનેક લોકોના જીવ બચાવાયા હતા ત્યારે ફરીથી સંભવિત બિપોરજોય વાવાઝોડાનો પણ ખતરો ગુજરાત પર છે.
આ સમાચાર પણ વાંચો : Face Steaming: ચહેરા પર સ્ટીમ લેવાથી કેમ ફાયદો થાય છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ