News Continuous Bureau | Mumbai
મુચકુંદ ગુફા ખાતે ૨૫ જેટલા ગુ સંસાર ત્યાગી સન્યાસીઓ બન્યા મહાશિવરાત્રીના મેળા દરમિયાન આજે મુચકુંદ ગુફા ખાતે સનાતન ધર્મની રક્ષા માટે ૨૫ જેટલા સંસારીઓએ સંસાર નો ત્યાગ કરી સંન્યાસ પંથ અપનાવ્યો હતો.સનાતન ધર્મની રક્ષા માટે આજે જુના અખાડાના મહામંડલેશ્વર અને મુચકુંદ ગુફાના મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુના માર્ગદર્શન હેઠળ ૨૪ જેટલા સાંસારિક જીવન જીવતા પુરુષ અને મહિલાઓએ સાંસારિક જીવનનો ત્યાગ કરી અને સંન્યાસ પદનથ અપનાવ્યો હતો. આજે તેમને દીક્ષા આપવામાં આવી હતી જેમાં તેનું પિંડદાન કરાવવામાં આવ્યું હતું. પિંડદાન કરતાની સાથે જ સંસારીઓ નો નવો જન્મ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.અને તેઓની નામકરણ વિધિ પણ કરાવવામાં આવી હતી.આગામી કુંભના મેળામાં તેઓને વિધિવત રીતે નાગા સાધુઓ માટે સંયમ પાળવાનો હોય છે અને તે માટે આ પરીક્ષામાંથી પાસ થવું ખૂબ જ જરૂરી હોય છે અને આજે તેઓએ સંસાર જીવનનો ત્યાગ કરી સંન્યાશાસ્ત્રમાં પ્રવેશ કર્યો હતો અને આજથી તેઓએ પોતાના સગા વાલાઓ ત્યાગ કરી સમસ્ત જગતના મહિલા પુરુષો પોતાના પરિવારના સભ્ય છે તેવું જાણી અને તેમના કલ્યાણ અને પૃથ્વીના કલ્યાણ માટે તેઓ કામ કરશે તેમ જ ધર્મની રક્ષા માટે તેઓ સતત તત્પર રહેશે. આજે ૨૩ ૨૪ લોકોએ દીક્ષા પુરુષ મહિલાઓ કરી અને ગ્રહણ કરેલ હતી.જુનાગઢના મુજપુર ગુફા ખાતે સંસાર ત્યાગ કરી સંસારીઓએ દીક્ષા ગ્રહણ કર્યો. મુજકોન ગુફા ખાતેથી મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે જૂના અખાડામાં આજે ૨૩ થી ૨૪ લોકોએ સંસારનો ત્યાગ કરી ભગવો ધારણ કરી દીક્ષા લીધો હતી. ૧૭ પુરુષો અને ૭ મહિલાઓએ દિક્ષા ગ્રહણ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : જાણો શા માટે છે શિવરાત્રિનું મહત્વ, શા માટે બિલીપત્ર ભગવાનને ચઢાવવામાં આવે છે
આ તમામ સંસારીઓએ સંસારનો ત્યાગ કરી સન્યાસ ગ્રહણ કર્યો હતો. ગિરનાર મહારાજના સાનિધ્યમાં દામોદર કુંડના કાંઠે મુંજકુંદ ગુફામાં પંચ દશનામ જૂના અખાડામાં સંસાર પરંપરામાંથી સન્યાસ પરંપરામાં બધા જોડાયા હતા….. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અને અલગ અલગ જ્ઞાતિઓ માંથી ૨૪ જેટલા સંસારીઓ દીક્ષા લીધી હતી.સંસારમાં રહીને પણ સેવા કાર્ય ,ભક્તિ કાર્ય,પૂજા પાઠ કરતા હોય છે. પણ સંસાર ત્યાગ કરી સનાતન ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે પરંતુ સન્યાસી બન્યા પછી પરિવારની જ જવાબદારી નહીં પરંતુ બધા સમાજની જવાબદારી પોતાના ઉપર છે તેવું માની ધર્મની બધી જવાબદારી માની સંસારો ત્યાગી સન્યાસી બનતા હોય છે.
Join Our WhatsApp Community