News Continuous Bureau | Mumbai
દક્ષિણ આફ્રીકા (South Africa) ના 3 જિરાફ અમદાવાદ (Ahemdabad) જમ્બો કાર્ગોમાં હવાઈ માર્ગેથી લાવવામાં ર્આવ્યા હતા. આ જિરાફને (Giraffe) ત્યાંથી જામનગર વિશેષ ઝૂમાં મોકલવામાં આવ્યા છે. પ્રાણીઓને હવાઈ માર્ગેથી લાવવા માટે વિશેષ આયોજન કરાતું હોય છે. તેમાં પણ ખાસ કરીને કેટલીક પ્રક્રીયાથી પસાર થવું પડે છે. તેમાં પણ જિરાફ જેવા કદાવર પ્રાણીઓને લાવવા માટે વિશેષ આયોજન કરાયું હતું. વિદેશથી આવતા જીવંત જંગલી પ્રાણીઓ (Wild animals) માટે કસ્ટમ ક્લિયરન્સ પ્રક્રિયા ઘણી લાંબી હોય છે.
ખાસ કરીને જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) દ્વારા સિંગાપોરની તર્જ પર એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેને લઈને પુરજોશમાં તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ત્યારે એક પછી એક પ્રાણીઓ અહીં જોવા મળશે તેમાં પણ આફ્રિકાથી શારજાહ થઈને ત્રણ જિરાફને લઈને અમદાવાદ એરપોર્ટ કાર્ગો વિમાન પહોંચ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ કાર્ગો પ્લેનમાંથી જિરાફ સાથે જામનગર માટે ટેકઓફ કરાયું હતું.
આ પ્રકારની વિશેષ વ્યવસ્થા જિરાફ માટે કરાઈ હતી
મહત્ત્વની વાત એ છે કે જિરાફ સૌથી ઊંચા પ્રાણીઓમાંનું એક હોવાથી ખાસ જમ્બો પ્રકારના એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જરૂરી તાપમાન અને ખોરાક માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી જિરાફ સુરક્ષિત રહે અને તેને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. અમદાવાદ એરપોર્ટ પર જિરાફના કસ્ટમ ક્લિયરન્સ સહિતની વિવિધ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં કલાકોનો સમય પણ વિતતો હોય છે ત્યાર બાદ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જિરાફને જામનગર મોકલવામાં આવતા હોય છે.
આ સમાચાર પણ વાંચો: NPS હેઠળ PRAN કાર્ડ હોવું ખૂબ જ જરૂરી, દરેક પળે આવે છે કામ: જાણો કેવી રીતે કરવી અરજી
અત્યાર સુધીમાં આ પ્રાણીઓ લવાયા
મે મહિનામાં પ્રથમ રશિયન કાર્ગો પ્લેનમાં દીપડા, વાઘ, રીંછ, ચિત્તો, ઓસેલોટ્સ, અમેરિકન જંગલી બિલાડીઓ સહિત 95 પ્રાણીઓ લવાયા હતા. અમદાવાદ એરપોર્ટથી રોડ દ્વારા પરિવહન કરવામાં આવ્યું હતું. જૂનમાં બીજું કન્સાઈનમેન્ટ આવ્યું હતું જેમાં 40 ચિત્તા જેને કસ્ટમ્સ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ક્લિયરન્સ કરાવીને જામનગર લઈ જવામાં આવ્યા હતા.
Join Our WhatsApp Community