News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા પર અવાર-નાવાર ભારતીયોના દેશી જુગાડના વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયો જોઈને ઘણીવાર એમ થાય કે ખરેખર આવુ થયુ હશે ? આવુ કઈ રીતે બને ? આવા વિચારો પણ લોકોને કેમ કેમ આવતા હશે ? દરમિયાન હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને તમને આવા જ સવાલ થશે. આ વાહન ચાલકે પોતાની ગાડીને ‘બસ’ બનાવી દીધી છે. તેની ઓટોમાં 5-10 નહીં પરંતુ પૂરા 39 મુસાફરો બેઠા છે. હવે તમે વિચારશો કે તમે આ રીતે કેવી રીતે બેઠા? ચાલો તમને વીડિયો બતાવીએ.
बुलंद भारत की बुलंद तस्वीर .. एमपी के निवाड़ी जिले में एक लोडिंग ऑटो में पाँच दस नहीं चालीस सवारी निकलीं.. समझाइश देकर छोड़ा .. @ABPNews pic.twitter.com/q2p3j6ajhr
— Brajesh Rajput (@brajeshabpnews) February 7, 2023
આ સમાચાર પણ વાંચો : ભારત પરત ફરી રહ્યા છે લાલુ યાદવ, કિડની આપનાર દીકરીએ લખ્યું – પપ્પાનું ધ્યાન રાખજો
આ વિડીયો મધ્ય પ્રદેશના નિવારી જિલ્લાના પૃથ્વીપુરની છે, જ્યાં નાના લોડર વાહનમાં 5-10 નહીં પરંતુ 39 મુસાફરો સવાર હતા. બીજી તરફ નિવારી મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રજની સિંહ ચૌહાણ પણ આટલા બધા મુસાફરો જોઇને પોલીસ પણ ગોથા ખાઈ ગઈ હતી. બાદમાં ઈન્ચાર્જ રજની સિંહએ ડ્રાઈવરને આવી ભૂલ ન કરવાની સલાહ આપી છે.
Join Our WhatsApp Community