News Continuous Bureau | Mumbai
રખડતા કૂતરાઓના લોકો પર હુમલાની અનેક ઘટનાઓના વીડિયો સામે આવી રહ્યા છે. આ હુમલા ઘણીવાર જીવલેણ સાબિત થયા છે. દરમિયાન ફરી એક વખત નાગપુરમાં રખડતા કૂતરાના હુમલાનો વીડિયો હવે સામે આવ્યો છે. જેમાં ત્રણ વર્ષના બાળક પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. વાયરલ થયેલા વીડિયો મુજબ બાળક એકલો જઇ રહ્યો હતો ત્યારે તેની સાથે આ ઘટના બની હતી.
આ વીડિયોમાં એક નાના બાળકને શેરીમાં ચાલતું જોઈ શકાય છે. આ દરમિયાન રસ્તામાં છ રખડતા કૂતરાઓએ અચાનક તેના પર હુમલો કર્યો. નાના બાળક પર એક પછી એક કૂતરાઓએ હુમલો કર્યો. ત્યારે નાના બાળકના રડવાનો અવાજ સાંભળીને એક મહિલા ત્યાં દોડી આવી અને કૂતરાઓના ચુંગાલમાંથી તેને છોડાવ્યો. જો આ મહિલા સમયસર ત્યાં ન પહોંચી હોત તો આગળ શું થાત તે વિચારી શકાય તેમ નથી.
Stray dogs made a target of a four-year-old child in Nagpur, Maharashtra.
More than 6 stray dogs attacked the child.#straydogs #Dog #dogattack #straydogs #animalattack #india #dogs #Maharashtra #nagpur #viral #viralvideo pic.twitter.com/iVVby3KkWZ
— Siraj Noorani (@sirajnoorani) April 13, 2023
આ સમાચાર પણ વાંચો: પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ કરનારની ધરપકડ, જાણો કોણ છે ‘તે’
કૂતરાના હુમલામાં જાનહાનિ
થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં એક ચાર વર્ષના બાળક પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક બાળકનું કરુણ મોત થયું હતું. લખનઉમાં એક વૃદ્ધ મહિલા પર કૂતરાએ હુમલો કર્યો હતો. જેમાં મહિલાનું મોત થયું હતું. આવી જ એક ઘટના ગાઝિયાબાદથી સામે આવી છે, જ્યાં કૂતરાએ બાળક પર હુમલો કર્યો.