દિલ્હી વિધાનસભાના 2 દિવસ ચાલનારા ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ ખુબ હંગામેદાર રહ્યો.
આમ આદમી પાર્ટીએ ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસના નવા કમિશનર બનાવવાનો વિરોધ નોંધાવતા વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કર્યો છે.
આપ ધારાસભ્ય સંજીવ ઝાએ આરોપ લગાવ્યો કે આ નિમણૂંકમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, રાકેશ અસ્થાનાની નિમણૂંક માં કોઈપણ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. સંજીવ ઝાએ સાથે એવો પણ આરોપ લગાવ્યો કે દિલ્હીમાં રાકેશ અસ્થાનાને સ્પેશિયલ મિશન પર મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મંગળવારે રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનરપદે નિમણૂક કરી હતી અને તેમને નિવૃત્તિના થોડાક દિવસ પહેલાં જ એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું.