News Continuous Bureau | Mumbai
25 દિલ્હી નગર નિગમ એકીકરણ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હિંમત હોય તો એમસીડીના ચૂંટણી સમયસર કરાવીને જુઓ અને જીતીને બતાઓ, અમે રાજકારણ છોડી દઈશુ.
શહીદી દિવસના અવસરે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસથી જે જોવા મળી રહ્યુ છે, તે એક રીતે શહીદોના બલિદાનનુ અપમાન છે.
કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકાર દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી ટાળી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો આ દેશની અંદર ચૂંટણી થઈ નહીં તો જનતંત્ર કેવી રીતે બચશે. જનતાનો અવાજ કેવી રીતે બચશે.
સૌથી વધારે દુખ આજના દિવસે ભગત સિંહની આત્માને થશે, જેમણે ફાંસી પર ચઢીને દેશને આઝાદ કરાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શપથવિધિ પહેલા યોગી આદિત્યનાથને કોર્ટે ફટકારી નોટિસ, આ બાબતને લઈને નોંધાઈ છે ફરિયાદ.. જાણો વિગતે