ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના વિરોધમાં દાખલ થયેલા ગુનાની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે આ કેસમાં CBIએ ચોંકાવનારો આરોપ કર્યો છે. અનિલ દેશમુખ પ્રકરણમાં ગુનાની તપાસમાં આવશ્યક દસ્તાવેજો ઉપલબ્ધ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી સહકાર નથી મળી રહ્યો. ઊલટાનું આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ તરફથી અમારા અધિકારીઓને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો આરોપ CBIએ કર્યો છે.
ભાજપ અને મનસેની મિટિંગથી શિવસેનાના પેટમાં કેમ તેલ રોળાયું? જાણો વિગત
CBIની ફરિયાદ બાદ આ પ્રકરણમાં સરકારને નોટિસ મોકલી આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ તરફથી CBIના અધિકારીઓને ધમકાવાનું પ્રકરણ શું છે? એ બાબતે જવાબ આપવાનો આદેશ કોર્ટે સરકારને આપ્યો છે. પોલીસ સામે જ પગલાં લેવાંનો આદેશ આપવા માટે અમને મજબૂર ના કરો એવા ચાબખા પણ કોર્ટે માર્યા હોવાનું કહેવાય છે.