News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશમાં ગોરખનાથ મંદિરમાં જવાનો પર હુમલો કરનાર આરોપી મુર્તજા અબ્બાસીના ગળામાં બરોબરનો ગાળિયો સંકંજો કસાયો છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ(એટીએસ) દ્વારા તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે. તપાસ દરમિયાન મુતર્જા તેના ઘરની છત પર નિશાનેબાજીની પ્રેક્ટિસ કરતો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
તપાસના મૂળિયા તેના જૌનપુર સ્થિત સાસરાના ઘર સુધી પહોંચી ગયા છે. એટીએસે તેની પત્નીની પણ પૂછતાછ કરી છે. પોલીસ મુર્તજાના ઘરની પણ ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં તેના ઘરમાંથી એરગન મળી હતી. છેલ્લા થોડા સમયથી તે પોતાના ઘરની ટેરેસ પર જ પ્રેકટીસ કરતો હોવાનું જણાયું છે.
આ સમાચાર પણ વાંચો : કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યમાં પડ્યો વરસાદ, વીજ પુરવઠો પણ ખોરવાયો; જાણો વિગતે
મુર્તજા પર ગોરખનાથ મંદિરની બહાર તહેનાત સુરક્ષા જવાન પર હુમલો કરવાના બે કેસ નોંધાયા છે. પહેલો કેસ ગોરખનાથ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હત્યાનો નોંધાયો છે. બીજો કેસ મંદિરની સુરક્ષામાં તહેનાત પોલીસે હુમલાને લઈને નોંધાવ્યો છે. પોલીસના કહેવા મુજબ તેના પાસેથી ત્રણ હથિયાર મળી આવ્યા હતા, જે લઈને તે મંદિરમાં ઘુસ્યો હતો. પોલીસે મંદિરના જવાનો પર હુમલાના કેસમાં અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે.
મુર્તજાના લગ્ન 2019માં થયા હતા. તેના આંતકવાદી સંગઠન સાથેના સંબંધને લઈને તેની પત્નીએ તેના હાથ ઉપર કરી દીધા હોવાનું કહેવાય છે. તો તેના પિતાએ તેના આંતકવાદી સંગઠન સાથેના સંબંધને ફગાવી દીધો હતો અને તેને માનસિક રોગી ગણાવ્યો હતો.