ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
વોટ્સએપ ગ્રુપ શેર કરવામાં આવતા વિવાદાસ્પદ વિડિયો અને મેસેજ માટે હવેથી ગ્રુપ એડમિન જવાબદાર નહીં રહેશે. તાજેતરમાં હાઈકોર્ટે આ મહત્વનો આદેશ આપ્યો છે.
વોટ્સએપ ગ્રુપમાં કયો સભ્ય કયો મેસેજ શેર કરે છે, તેના પર નિયંત્રણ રાખવું એડમિનની જવાબદારી નથી. એડમિન એ મેસેજ નિયંત્રણ કરી શકે તેમ નથી એવું મહત્વની નોંધ પણ હાઈ કોર્ટે કરી છે.
કેરળ હાઈકોર્ટે એક મહત્વના પ્રકરણ પર આ ચુકાદો આપતા કહ્યું હતું કે વોટ્સએપ ગ્રુપના એડમિન એ તે ગ્રુપમાં નવા સભ્યોને એડ કરી શકે છે. અથવા કોઈ પણ સભ્યને ગ્રુપમાંથી ગમે ત્યારે કાઢી શકે છે. એડમિનને અન્ય સભ્ય કરતા ફક્ત આ એક જ વિશેષાધિકાર હોય છે. એ સિવાય ગ્રુપના સભ્ય ગ્રુપમાં કયો મેસેજ નાખે છે અને વિડિયો પોસ્ટ કરે છે, તેના પર એડમિનનું કોઈ નિયંત્રણ હોઈ શકે નહીં. એડમિન એ ગ્રુપના સંદેશ પર નિયંત્રણ રાખી શકે નહીં અથવા તેને સેન્સર પણ કરી શકે નહીં. ઈર્ન્ફોમેશન એન્ડ ટેક્નોલોજી (આઈટી) કાયદા મુજબ વોટ્સએપ એડમિન એ મધ્યસ્થ થઈ શકે નહીં એવી ચોખવટ પણ જજે કરી છે.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે મહારાષ્ટ્ર સરકાર, અહીં શરૂ કર્યો કંટ્રોલ રૂમ
માર્ચ 2020માં કેરળમાં ફ્રેંડ્સ નામના વોટ્સએપ ગ્રુપમાં એક વિડિયો શેર કર્યો હતો. આ વિડિયોમાં લૈગિંગ કૃત્યમાં નાના બાળકોનો સહભાગ દેખાડવામાં આવ્યો હતો. આ આક્ષેપ જનક વિડિયો બાબતે ગ્રુપના ત્રણમાંથી બે એડમિન વિરુદ્ધ પોક્સો તેમ જ આઈટી કાયદા જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાંથી એક એડમિન તેની વિરુદ્ધ કોર્ટમાં ગયો હતો. તેની સામે જજે આ ચુકાદો આપ્યો હતો