આદિવાસી સમાજના વિરોધથી ડરી સરકાર? નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટને લઈને કેન્દ્ર સરકારે લીધો આ નિર્ણય… જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયથી નર્મદા-તાપી પાર લિંક પ્રોજેક્ટને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. આદિવાસીઓના દ્વારા થઈ રહેલા વિરોધને કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું હતું. આદિવાસીઓના આકરા વિરોધને પગલે કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું હતું અને હાલ પૂરતો આ પ્રોજેક્ટ પર સ્ટે મૂકી દેવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મળી મોટી રાહત, ઠાકરે સરકારે પોતાના આ આદેશને પરત ખેંચ્યો; જાણો શું છે સમગ્ર મામલો

નર્મદા-તાપી પાર લિંક પ્રોજેક્ટને કારણે દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને પોતાની જમીન ગુમાવાનો ડર છે. તેથી લાંબા સમયથી તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુર વિસ્તારમાં બે સૂચિત ડેમ બનાવવામાં આવવાના છે. તેથી આદિવાસીઓને જમીન વિહોણા થવાની બીક છે. તેઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાદ દ્વારા ઠેર ઠેર રેલીઓ કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાઈ રહ્યા હતા. કોંગ્રેસનો પણ તેમાં સહકાર મળ્યો હતો.
આ દરમિયાન આદિવાસી સમાજના સતત વિરોધ અને રેલીઓ બાદ સોમવારે આદિવાસી સંગઠને દિલ્લીમા પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સિંચાઈ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત વગેરે સાથે ચર્ચા કરીને પ્રોજેક્ટને સ્થગિત કરવાની માગણી હતી, જેના પર ભારે ચર્ચા બાદ કેન્દ્રે આ પ્રોજેક્ટને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે તેને આદિવાસીઓની જીત ગણાવી હતી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment