News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 40 ધારાસભ્યો(MLAs)ના બળવાને કારણે મહાવિકાસ આઘાડીની સરકાર(MVA Govt) તૂટી પડી હતી. તેને મહિના ઉપર થઈ ગયો છે, છતાં ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે(Former Deputy CM Ajit Pawar) 'દેવગીરી' બંગલો(Devgiri Bunglow) પોતાની પાસે રાખવામાં સફળ રહ્યા છે. અજિત પવાર(Ajit Pawar) અને ફડણવીસ(Devendra Fadnavis)ની મિત્રતા જાણીતી છે. તેથી જ નાયબ મુખ્ય પ્રધાન પદ છૂટયા બાદ પણ સરકારી બંગલો(Govt Bunglow) તેમની પાસેથી ખાલી કરાવવામાં આવ્યો ન હોવાનું રાજકીય સ્તરે ચર્ચાય છે.
'દેવગીરી' બંગલો અગાઉ નાયબ મુખ્યમંત્રી અથવા કેબિનેટ(Cabinet)ના વરિષ્ઠ નેતાઓને આપવામાં આવતો હતો. પહેલી વખત તેને વિપક્ષના નેતાને ફાળવવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના જણાવ્યા અનુસાર, આ બંગલો વિપક્ષી નેતાઓને એ શરતે આપવામાં આવ્યો હતો કે આ નિર્ણય પૂર્વગ્રહયુક્ત રહેશે નહીં.
આ સમાચાર પણ વાંચો : ધરપકડ થઈ સંજય રાઉતની અને પેંડા વહેંચ્યા બાળ ઠાકરેના ડ્રાઈવરે
મહા વિકાસ આઘાડી સરકાર(MVA govt)માં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ અજિત પવાર(Ajit Pawar)ને 'દેવગીરી' બંગલો આપવામાં આવ્યો હતો. તેઓ છેલ્લા અઢી વર્ષથી આ બંગલામાં રહે છે. મહાવિકાસ આઘાડી સરકારના પતન અને શિંદે-ફડણવીસ સત્તામાં આવ્યા પછી, અજિત પવારને વિપક્ષના નેતા તરીકે નામ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારના નિયમો અનુસાર કેબિનેટના સભ્યો તેમજ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને સરકારી બંગલા આપવામાં આવે છે. અત્યાર સુધીના ઈતિહાસ મુજબ વિપક્ષી નેતાને નાનો બંગલો ફાળવવામાં આવ્યો હોવાનું જોઈ શકાય છે. પરંતુ, અજિત પવાર તેમાં અપવાદ બન્યા છે.
વિપક્ષના નેતા અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસને તેમનો દેવગીરી બંગલો રાખવા વિનંતી કરી હતી. ફડણવીસે તેમનું માન રાખ્યું હોવાનું કહેવાય છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે શું આ બંને વચ્ચેની મિત્રતાનું ફળ છે. બીજી તરફ મંત્રીમંડળનું વિસ્તરણ ન થવાના કારણે અન્ય બંગલા અંગે નિર્ણય લેવાનો બાકી છે. હાલમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નંદનવન અને અગ્રદૂતથી દોડધામ કરી રહ્યા છે, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સત્તાવાર નિવાસસ્થાન સાગરથી જ પોતાનો કારભાર ચલાવી રહ્યા છે.