SUBDOMAIN == gujarati

રાજ્ય

અજિત પવારે વટ દેખાડ્યો, માગણી કરી કે જે મુખ્યપ્રધાન કાર્યાલયને પત્રવ્યવહાર થાય છે એની નકલ મને પણ આપો

Jun, 10 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

ગુરુવાર

નાયબ મુખ્યપ્રધાનના કાર્યાલયને રાજ્ય સરકારના ઠરાવો, પરિપત્રો અને સરકારના નિર્ણયો અંગે માહિતી ન મળતાં અજિત પવાર નારાજ છે. અજિત પવારે માગ કરી છે કે મુખ્ય પ્રધાનને થતા સરકારી પત્રવ્યવહાર પણ નાયબ મુખ્યપ્રધાનના કાર્યાલયને આપવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા લીધેલા નિર્ણયો જાણવામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની તાલાવેલી છે. આથી અસંતુષ્ટ અજિત પવારે સીધા જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટને મુખ્ય પ્રધાન હેઠળ પત્ર લખ્યો છે.

આ પત્ર પછી, જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD)એ 3 જૂને સરકારી ઠરાવ જાહેર કર્યો હતો, જેમાં મહારાષ્ટ્ર સરકારના તમામ વિભાગોને તેમના ઠરાવો, પરિપત્રો અને સૂચનાઓ નાયબ મુખ્યપ્રધાનના કાર્યાલયને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. GAD વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં લખવામાં આવ્યું છે કે, "નાયબ મુખ્યપ્રધાનના કાર્યાલયે વિભાગને જાણ કરી છે કે આ નકલો માનનીય નાયબ મુખ્યપ્રધાનના કાર્યાલયને મોકલી નથી. એ સંદર્ભમાં, બધાં મંત્રાલયોને ફરી એક વખત તેમના ચુકાદાઓ, પરિપત્રો અને સૂચનાઓ નાયબ મુખ્યપ્રધાનનાકાર્યાલયને મોકલવામાં સજાગ રહેવા નિર્દેશ આપવામાં આવે છે.”જોકે GDAએ આ પ્રકારનો પત્ર મોકલ્યો હોય એવું પહેલીવાર નથી. આ પહેલાં, ઑક્ટોબર 2020માં, વહીવટીતંત્રે આવી સૂચના આપી હતી.

જિતિન પ્રસાદના ભાજપમાં જોડાવા બાદ રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય હલચલ તેજ ; સચિન પાયલટ બોલાવી ધારાસભ્યોની બેઠક ; જાણો વિગતે 

અજિત પવારના કાર્યાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાનને તેમનાં નાણાં અને યોજના વિભાગ સાથે સંબંધિત તમામ સૂચનાઓ, ઠરાવો અને પરિપત્રો મળી ચૂક્યા છે, પરંતુ તેઓ ખાસ કરીને તમામ સૂચનાઓ, ઠરાવો અને પરિપત્રો મેળવવાની અપેક્ષા રાખે છે. જે રીતે CMO અન્ય વિભાગો પાસેથી પ્રાપ્ત કરે છે.

Leave Comments