News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળમાં(West bengal) વિધાનસભાની ચૂંટણીમાં(Assembly election) મળેલી કારમી હાર બાદ પહેલી વખત કેન્દ્રીય ગૃહમંત્રી(home minister) અમિત શાહ(Amit shah) આજથી પશ્ચિમ બંગાળના(West bengal) બે દિવસના પ્રવાસે છે.
બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ બાંગ્લાદેશ(Bangladesh) સરહદ પરના વિસ્તારોની મુલાકાત લેશે તથા સિલીગુડીમાં(Siliguri) જાહેરસભાને સંબોધશે. વિધાનસભા ચૂંટણી બાદ પહેલીવાર બંગાળ જઇ રહેલા શાહ કોલકાતામાં ભાજપના(BJP) સાંસદો(MP), ધારાસભ્યો(MLA) અને હોદ્દેદારો સાથે વાતચીત કરશે.
તેઓ રાજ્યમાં ‘ફ્લોટિંગ બોર્ડર આઉટ પોસ્ટ’ (‘Floating Border Outpost’)પર બોટ એમ્બ્યુલન્સ ને લીલી ઝંડી આપ્યા બાદ હરિદાસપુર બીઓપીમાં મૈત્રી સંગ્રહાલયનું ખાતમુહૂર્ત કરવાના છે.. સાંજે સિલિગુડી માં જાહેર સભા થશે. આવતી કાલે અમિત શાહ તીન બીઘા જશે અને કૂચબિહાર જિલ્લાના ઢેકિયાબાડી બીઓપીમાં(BOP) બીએસએફના(BSF) જવાનો સાથે વાતચીત કરશે.
આ સમાચાર પણ વાંચો : રાજ્યના ધાર્મિક સ્થળોને માટે લાઉડસ્પીકરના નિયમને લઈને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.
તેઓ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય(Union Ministry of Culture) દ્વારા કોલકાતાના(kolkata) વિક્ટોરિયા મેમોરિયલ માં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ ‘મુક્તિ-માતૃકા’ (Mukti-matrika)માં પણ હાજરી આપશે.
આ દરમિયાન મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ભાજપના સાંસદ રાજૂ બિસ્ટાએ(Raju Bista) આપેલા રાજકીય નિવેદને ઉત્તેજના પેદા કરી છે તેમણે એલાન કર્યુ હતું કે શાહ પોતાની મુલાકાત દરમિયાન ઉત્તર બંગાળને લઈને બહુ મોટી જાહેરાત કરશે. ભાજપનો એક વર્ગ ઉત્તર બંગાળને પશ્ચિમ બંગાળ થી અલગ કરીને તેને કેન્દ્ર શાસિત બનાવવાની લાંબા સમયથી માગણી કરી રહ્યો છે. બિસ્તાના નિવદેન બાદ અમિત શાહ બંગાળ ની મુલાકાતે છે, તેથી એવી અટકળો ચાલી રહી રહી છે કે અમિત શાહ કોઈ જાહેરાત કરશે.