ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રની રાજનીતિમાં આજકાલ છુપાછુપી નો ખેલ ચાલુ છે. નાનપણમાં નાના બાળક જેવી રીતે સંતાઈ જાય તે રીતે મહારાષ્ટ્રની રાજનીતિમાં બે જણા અત્યારે લાપતા છે. મુંબઈ શહેર ના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ અત્યારે ગાયબ છે. તેમજ મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પણ અત્યારે લાપતા છે. આવા સમયે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ના ધર્મ પત્ની અમૃતા ફડનવીસે ઠાકરે સરકારને આડેહાથ લીધા પ્રશ્ન પૂછ્યો છે કે સાથે મળીને કામ કરનાર આ બે વ્યક્તિઓ અત્યારે હનીમૂન પર ગયા હોય તેવું લાગે છે.
કિંગ ખાનની ધીરજ હવે ખૂટી! પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો; જુઓ વિડિયો
અમૃતા ડણવીસે એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાષ્ટ્ર રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ ક્યાંથી આવ્યું? તેમજ રાજ્ય સરકાર અત્યારે શું કરી રહી છે?