News Continuous Bureau | Mumbai
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીની પાર્ટીના તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા ધરી દીધા છે. આ રાજ્યમાં કુલ 24 મંત્રીઓ હતા. મુખ્યમંત્રી રેડ્ડી ના નેતૃત્વ હેઠળ એક મિટિંગ થઈ હતી જે મીટિંગમાં પાર્ટીની નબળી થયેલી પકડ સંદર્ભે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ એક મતે નિર્ણય લેવાયો હતો કે મુખ્યમંત્રી જગન રેડ્ડી સિવાય તમામ મંત્રીઓ પોતાના રાજીનામા આપી દેશે. ગણતરીના કલાકોમાં જ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. હવે આ તમામ મંત્રીઓને પાર્ટીની અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવશે તેમજ આગામી બે અથવા ત્રણ દિવસની અંદર મુખ્યમંત્રી જગન રેડ્ડી નવા મંત્રી મંડળની સ્થાપના કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નવા મંત્રીમંડળમાં વધુ પડતા યુવાન અને નવા ચહેરાઓ હશે જ્યારે કે જૂના મંત્રીઓ માંથી અનેકને પાણીચું આપી દેવાશે.
આ સમાચાર પણ વાંચો : એક સમયે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘મોતના સૌદાગર’ કહેનાર સોનીયા ગાંધીએ મોદીને પ્રણામ કર્યા. ફોટો વાયરલ જુઓ ફોટો….