ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા નામના ઘરની બહાર વિસ્ફોટકો મૂકવાના અને મનસુખ હિરેનની હત્યાના મામલામાં હવે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મુંબઈના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને હવે શિવસેનાના નેતા પ્રદીપ શર્માની ધરપકડ કરાતાં ખળભળાટ મચી ગયો છે.
પ્રદીપ શર્માની ધરપકડ એક મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટને શિવસેનાના સૌથી નજીકનો પોલીસ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ માનવામાં આવે છે. ભલે આ વ્યક્તિ ડિપાર્ટમેન્ટમાં ન હોય, પરંતુ તેમ છતાં આ શિવસેનાની બહુ નજીક છે અને એવું કહેવાય છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ સંદર્ભે શિવસેના દર વખતે તેની સલાહ લેતી હોય છે. આ ઉપરાંત ગત વિધાનસભા ચૂંટણીમાં વસઈ મતવિસ્તારથી જ્યાં ભાઈ ઠાકુર જિતેન્દ્ર ઠાકુર જેની એક ડૉન જેવી ઇમેજ છે, તેના દીકરા ક્ષિતિજ ઠાકુર સામે શિવસેનાની ટિકિટ ઉપર પ્રદીપ શર્માએ ચૂંટણી લડી હતી. એટલે જ્યારથી પ્રદીપ શર્માની ધરપકડ કરી છે ત્યારથી શિવસેનાના વર્તુળમાં આંતરિક હલચલ મચી જવા પામી છે.
મુંબઈમાં કચરા પાછળ કરોડોનો ખર્ચ : મહાનગરપાલિકા ૧૦ કરોડના ખર્ચે આ કામ કરશે.
ઉલ્લેખનીય છે કે આનાથી પહેલાં જ્યારે સચિન વઝેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે એવા આરોપો લગાવવામાં આવી રહ્યા હતા કે સચિન વઝે શિવસેનાના કહેવા પર કામ કરી રહ્યો હતો. હવે જ્યારે પ્રદીપ શર્માની ધરપકડ થઈ છે ત્યારે એટલા મોટા ખુલાસા બહાર આવશે કે જેને કારણે મહારાષ્ટ્રની મોજુદા ઠાકરે સરકાર હલી જશે એમાં કોઈ શંકા નથી.