ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
ભારતીય જનતા પાર્ટીના ઘાટકોપર વિસ્તારના ધારાસભ્ય એવા રામ કદમે આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જામીન મળી જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. આ સંદર્ભે તેમણે ટ્વીટ પણ કર્યું હતું.
પોતાના લાંબાલચક ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે આર્યન ખાનને હવે જામીન મળી જવા જોઈએ, કારણ કે તે તેનો સંવિધાનિક હક છે. આ ઉપરાંત તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આગામી દિવસોમાં આર્યન ખાન ડ્રગ્સ મુક્તિ માટે એક આંદોલન ચલાવે. તેમ જ તેમણે મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું છે કે રાજ્ય સરકારે એની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. ઉપરાંત તેમણે તમામ રાજકીય પાર્ટીઓને ડ્રગ્સની વિરુદ્ધમાં લડવા માટે એકસાથે ઊભા રહેવાનું આહ્વાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ આર્યન ખાન મામલે કડક વલણ દાખવ્યું છે ત્યારે રામ કદમે ભાજપના નેતાઓને ભોંઠા પાડ્યા છે.
प्रार्थना आहे की आज #आर्यनखान ला जामीन मिळावा. संविधान अन कायद्या प्रमाणे जामीन मिळणे हा एक मूलभूत अधिकार आहे ही लढाई कोणा एक व्यक्ति विशेषच्या विरोधातील लड़ाई नाहीं अखंड मानव जातीची #ड्रग्स विरोधी लढाई आहे. अपेक्षा होती #महाराष्ट्रसरकार निदान ह्या खतरनाक ड्रग्स प्रकरणात
— Ram Kadam – राम कदम (@ramkadam) October 20, 2021