ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઈશાન મુંબઈના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા ની ગાડી ઉપર વાશિમ ખાતે હુમલો કરવામાં આવ્યો. કિરીટ સોમૈયા જે ગાડી માં હતા તે ગાડી પર કાળી શાહી ફેંકવામાં આવી તેમજ પથ્થર પણ ફેંકવામાં આવ્યા. ઘટનાસ્થળ પર પોલીસ મોજુદ હતી. આશરે 50થી 100 લોકોના ટોળાએ કિરીટ સોમૈયા પર હુમલો કર્યો હતો. જેના પગલે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. કિરીટ સોમૈયા સુરક્ષિત છે તેમ જ તેમણે કહ્યું છે કે આવનાર દિવસોમાં તેઓ સાંસદ ભાવના ગવળી, મિલીદ નાર્વેકર, અનિલ પરબ, યશવંત જાદવ, યામિની જાદવ ના કૌભાંડ બહાર પાડશે.
સોનિયા ગાંધીની વિપક્ષી દળો સાથે મહત્વની બેઠક, 19 પાર્ટી સામેલ, આ પાર્ટીએ આપ્યો ઝટકો ; જાણો વિગતે
ભાજપના નેતા કિરીટ સોમૈયા ની ગાડી પર હુમલો, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ. જુઓ વિડિયો, જાણો વિગત.#maharashtra #BJP #KiritSomaiya #attack #police #lathicharge pic.twitter.com/OnHxrSDjBP
— news continuous (@NewsContinuous) August 20, 2021