ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
એક મોડલની આત્મહત્યા કેસમાં વન મંત્રી સંજય રાઠોડના રાજીનામા બાદ હવે રાજ્યના જળ સંસાધન પ્રધાન શંકરરાવ ગડાખ પર ભાજપે નિશાન તાક્યું છે. અહમદનગરમાં ગડાખના અંગત સહાયક પ્રતીમ કાળેની આત્મહત્યાના પ્રકરણમાં ભાજપે શંકરરાવ ગડાખના રાજીનામાની માગણી કરી છે.
ભાજપના પ્રવકતા કેશવ ઉપાધ્યે હજી સુધી શંકરરાવ ગડાખ સામે પોલીસમા એફઆઈઆર નહીં નોંધવા બદ્લ મહાવિકાસ આઘાડી સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી છે. ઠાકરેની આઘાડી સરકારમાં મહિલાઓ પર અત્યાચાર, ભ્રષ્ટાચાર, હપ્તા વસૂલી અને ભ્રષ્ટાચાર સંબંધિત કેસ વઘી ગયા છે. ત્યારે અહમદનગરના આત્મહત્યાના બનાવની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ એવી માગણી પણ ભાજપે કરી છે. ભાજપના આરોપ સામે જોકે શંકરરાવે પોતાની સામે કરવામાં આવેલા તમામ આરોપને ફગાવી દીધા હતા. તેમ જ પ્રતીક કાળેની આત્મહત્યા સાથે તેમનો કોઈ સંબંધ નહીં હોવાનો દાવો કર્યો હતો.