ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ભાજપના ભૂતપૂર્વ સાંસદ મહાવિકાસ આઘાડી સરકારના મંત્રીઓનાં એક પછી એક કૌભાંડો બહાર પાડી રહ્યાં છે. હવે તેઓએ રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી હસન મુશ્રીફ પર ભ્રષ્ટાચારનો આરોપ કરતાં ફરી એક વખત મહાવિકાસ આઘાડી સરકારમાં ખળભળાટ મચી ગયો છે.
હસન મુશ્રીફ પર કિરીટ સોમૈયાએ મની લૉન્ડરિંગ અને બેનામી સંપત્તિ ભેગી કરવાનો આરોપ મૂક્યો છે. લગભગ 127 કરોડ રૂપિયાનું આ કૌભાંડ હોવાનો આરોપ થયો છે. હસન મુશ્રીફનાં પત્ની સાહિરા તથા તેમના પુત્ર સામે પણ આરોપ કરવામાં આવ્યા છે. હસન મુશ્રીફ અને તેમના પરિવારે મની લૉન્ડરિંગ અને હવાલા ટ્રાન્ઝેક્શન તથા બનાવટી કંપનીઓ ઊભી કરીને 127 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનો આરોપ સોમૈયાએ કર્યો છે. આ પૂરા કૌભાંડના પુરાવા ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યા હોવાનું સોમૈયાએ કહ્યું હતું. આ પુરાવા લગભગ 2,700 પાનાં ભરીને છે.
કોંગ્રેસને મોટો ઝટકો : આ દિગ્ગજ નેતા નો પુત્ર ભાજપમાં જોડાયો
સોમૈયાના આરોપને જોકે હસન મુશ્રીફે ફગાવી દીધા હતા. પોતાની સામે લગાવવામાં આવેલા આરોપ બિનપાયાના છે, એમાં કોઈ તથ્ય નથી એવી સ્પષ્ટતા તેમણે આપી હતી. તેમ જ આધારહીન આરોપ લગાડનારા સોમૈયાએ તેમની ઇમેજ ખરાબ કરી છે. એથી સોમૈયા વિરુદ્ધ કોર્ટમાં 100 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કરશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી.