રાજ્ય

શિવસેનાનો કમાલ : ગુનેગારો ને નોકરી આપવાનું ચાલુ :  મહાનગરપાલિકામાં ગંભીર ગુનામાં સંડોવાયેલાને ૧૧ વર્ષે પાછી નોકરી આપી. જાણો વિગત..

Apr, 8 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021

ગુરુવાર

કહેવત છે કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ. વિવાદ એક પોલીસ અધિકારી સચિન વઝે ને નોકરી આપ્યા બાદ તકલીફમાં સપડાયેલી મહારાષ્ટ્રની શિવસેના સરકારની બુદ્ધિ ઠેકાણે નથી આવી. આવું જ એક બ્લન્ડર તેમણે મુંબઈ મહાનગર પાલિકામાં કર્યું છે. મહાનગરપાલિકામાં આજથી ૧૧ વર્ષ પહેલા એક વિવાદિત કર્મચારીએ  નોકરી આપવાના બહાને 12 લોકો પાસેથી ૧૭ લાખ રૂપિયા લીધા હતા, આ ઉપરાંત તેણે વર્ષ ૨૦૦૬માં એક મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. તેમજ મુંબઈ મહાનગરપાલિકાના નકલી કાગળ બનાવવાના કેસમાં તેની ધરપકડ થઈ હતી.

આ બધા ક્રિયા કલાકો કર્યા પછી આ મહાશયને પાલિકામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

શિવસેનાએ હવે તેમનું સસ્પેન્શન રદ કર્યું છે અને તેને ફરી એક વખત છેક અગિયાર વર્ષ પછી નોકરી પરત આપી છે.

ચોંકાવનાર જાણકારી : 20% મુંબઈ ઘરની ચાર દીવાલોમાં કેદ થયું. આટલી હજાર ઇમારતો બંધ. જાણો વિગત

આ નિર્ણય નો ભારતીય જનતા પાર્ટીએ ભરપૂર વિરોધ કર્યો છે. તેમ છતા કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ ભેગા મળીને મહાનગરપાલિકામાં બહુમતી આ પ્રસ્તાવ પારિત કરીને એક વિવાદિત વ્યક્તિને નોકરી આપી.

Leave Comments