ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
કર્ણાટકના બેંગલુરુમાં મધરાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત જાણકારી મુજબ બેંગલુરુના કોરામંગલામાં આ દુર્ઘટના મધરાતે 1.45 કલાક આસપાસ બની હતી.
ઓડી કાર ફૂલ સ્પીડમાં હતી અને ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
દુર્ઘટનામાં તમિલનાડુના રાજકીય પક્ષ ડીએમકેના હોસુરના ધારાસભ્યના પુત્ર કરૂણા સાગર અને પુત્રવધુ બિંદુ પણ સામેલ છે
અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
હાલ અડુગુડી પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
કારણ કે રોડ પૂરી રીતે ખાલી હતો. ઓવર સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહી છે.
અમેરિકાએ ડેડલાઈન પાળી: અફઘાનિસ્તાનમાંથી સૈન્ય હટાવી લીધું, આખરી વિમાન મધરાતે ઉડ્યુ