ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
હાલમાં શિવસેનાના સાંસદ ભાવના ગવળીના ટ્રસ્ટમાં 72 કરોડ રૂપિયાની કથિત હેરાફેરીની તપાસ ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ(ED) કરી રહી છે. EDએ ૧૮મી ઓક્ટોબરના રોજ તેમને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા પણ તેઓ ED સમક્ષ ઉપસ્થિત થયા નહોતા. તેમના ઉપર ધરપકડની તલવાર પણ લટકી રહી છે. તેમણે ED પાસે પંદર દિવસનો સમય માગ્યો છે.
આ પહેલાં પણ EDએ ભાવના ગવળીને પૂછપરછ માટે બોલાવ્યા હતા તે વખતે તેઓ હાજર થયા ન હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગવળીને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની જેમ ધરપકડનો ડર સતાવી રહ્યો છે.
મુંબઈની શાળામાં અભ્યાસ કરતા પ્રત્યેક બાળકને ટેબલેટ આપો. આદિત્ય ઠાકરે નું સ્વપ્ન.
ED એ ભાવના ગવળીના નજીકના સઈદ ખાનની ધરપકડ કરી છે.
ભાવના ગવળીની કંપની ઉપર અનિયમિતતાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. કંપનીએ બે અલગ અલગ બેન્કો પાસેથી ૭.૫ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. ત્યારબાદ કંપનીને ગવળીના ખાનગી સચિવને 7.9 કરોડમાં વેચી દીધી હતી. ગત કેટલાક દિવસોમાં તેમના ઘર અને ઓફિસ સહિત પાંચ ઠેકાણે છાપેમારી થઈ હતી.