ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવેલા lockdownના પ્રતિબંધો પહેલી જૂનથી ધીમે ધીમે હળવા થાય એવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મંત્રાલયમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્રમાં lockdown લગાડવામાં આવ્યું ત્યારે કોરોના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા દૈનિક ધોરણે ૭૦ હજારની આસપાસ હતી. હવે આ સંખ્યા ઘટીને ત્રીસ હજારની આસપાસ થઈ ગઈ છે. આ કારણથી lockdown હવે ધીમે ધીમે હળવું કરાય એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે
આ બે રાજ્યોમાં કોરોના કાબૂમાં આવ્યો તો પણ lockdown લંબાવવામાં આવ્યું
જોકે lockdown કઈ રીતે હળવું કરવામાં આવશે તેમ જ એ સંદર્ભે શું પગલાં લેવાશે આ બાબતે રાજેશ ટોપેએ ચુપકીદી સેવી છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ધીમે ધીમે એક પછી એક પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવશે. આ સંદર્ભેનો આખરી નિર્ણય મહારાષ્ટ્રની કૅબિનેટમાં લેવાશે એવું તેમણે કહ્યું હતું.