રાજ્ય

કમાલનો કિસ્સો : મહારાષ્ટ્રમાં છોકરી પટી નહીં એટલે એક યુવકે ધારાસભ્યને પત્ર લખ્યો કહ્યું ઉત્સાહના આપો

Sep, 15 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

યુવાનીના કાળમાં લગભગ દરેક વ્યક્તિ કોઈકના પ્રેમમાં પડતી હોય છે. લોકો જેને પ્રેમ કરતા હોય એની સામે પ્રેમ વ્યક્ત કરવા માટે કે તેને પટાવવા માટે ફૂલ આપે, પ્રેમપત્ર મોકલે, ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરે. આવી ફિલ્મી તરકીબો ન અજમાવતાં ચંદ્રપુરના એક યુવાને કોઈ યુવતીને નહીં પણ ધારાસભ્યને પત્ર લખ્યો છે. તેમાં છોકરી પટાવવા માટે પ્રોત્સાહન આપો તેવી વિનંતી કરી છે. વાંચો તેનો અજબ પત્ર.

પત્રનો વિષય :- ગર્લ ફ્રેન્ડ ન પટવા બાબતે

મહોદય,
તમને સવિનય વિનંતી છે કે સંપૂર્ણ તાલુકામાં અઢળક છોકરીઓ છે છતાં મારી એક પણ ગર્લફ્રેન્ડ નથી. આ ચિંતાની બાબત છે. મારો આત્મવિશ્વાસ ઘટી ગયો છે. હું ખેડા ગામનો રહેવાસી છું. રાજુરા ગડચાંદુર સુધી રોજ ચક્કર લગાવું છું, પરંતુ એક પણ છોકરી હજી સુધી માની નથી અને દારૂ વેચનારાઓ પાસે ગર્લફ્રેન્ડ છે. આ જોઈને મારો જીવ બળીને રાખ થઈ જાય છે. 

કોંગ્રેસને મોટો ઝટકો : આ દિગ્ગજ નેતા નો પુત્ર ભાજપમાં જોડાયો

       તેમ જ મારી વિનંતી છે કે વિધાનસભા ક્ષેત્રની  યુવતીઓને તમે પ્રોત્સાહન આપો કે અમારા જેવા છોકરાઓને ભાવ આપે.

આ યુવાને પોતાના હૃદયની વેદના આ રીતે પત્રમાં ધારાસભ્યને લખીને મોકલી છે હવે ધારાસભ્ય પત્રને કેટલું ગંભીરતાથી લે છે તેની ઉત્સુકતા બધાને છે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )