296
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે ૨૦૨૧
સોમવાર
રવિવારે મોડી સાંજે રાજ્ય સરકાર તરફથી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે એનાથી વેપારીઓમાં એક કન્ફ્યુઝન ઊભું થયું છે. વેપારીઓને લાગે છે કે દુકાન હવે ખોલી શકાશે, પરંતુ વાસ્તવિક હકીકત એવી નથી.
રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યો છે કે જીવનાવશ્યક ચીજવસ્તુઓની દુકાનો 07:00થી 11:00ના સ્થાને બે વાગ્યા સુધી ચાલુ રહી શકશે.
આ સિવાય અન્ય દુકાનો સંદર્ભે જે તે વિસ્તારની મહાનગરપાલિકા નિર્ણય લેશે.
'જા કુત્તા બિલ્લી કો માર' : રાજ્ય સરકારે દુકાન ખોલવાનો મામલો પાલિકાના માથે ધકેલી દીધો
આનો અર્થ સ્પષ્ટ થાય છે કે પહેલી જૂન પહેલાં દરેક મહાનગરપાલિકા પોતાના વિસ્તારની ગાઇડલાઇન જાહેર કરશે અને ત્યાર બાદ દુકાનદારોને ખબર પડશે કે દુકાન કઈ રીતે ખોલવી અથવા ખોલવી કે નહીં…
You Might Be Interested In