ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
પંજાબમાં મુખ્ય પ્રધાનપદેથી કૅપ્ટન અમરિંદરને હટાવી દેવામાં આવ્યા છે. નેતૃત્વ પરિવર્તન બાદ પણ પંજાબમાં સંજોગો સામાન્ય થવાનું નામ નથી લેતા. કૉન્ગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કલહ વચ્ચે કૅપ્ટને પાર્ટી છોડી દેવાની ચીમકી આપી છે. એવામાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે કૅપ્ટનને સલાહ આપી છે, જે કૅપ્ટનને જરા પણ રુચ્યું નથી. અશોક ગહલોત પંજાબ નહીં, પણ રાજસ્થાનની ચિંતા કરે. પંજાબની સાથે શું કરવું છે એની અમને ખબર છે, એવી તીખા શબ્દોમાં કૅપ્ટને નારાજગી પણ વ્યક્ત કરી હતી.
અશોક ગહલોતની સલાહથી ગિન્નાયેલા કૅપ્ટેન કહ્યું હતું કે તેઓ બહુ સારા માણસ છે, પરંતુ તેઓએ પોતાની તકલીફ તરફ ધ્યાન આપવું જોઈએ, ના કે પંજાબની ચિંતા કરવી જોઈએ.
મહાબળેશ્વરમાં બળાત્કારની ઘટના સંદર્ભે રાજકીય પાર્ટીના કાર્યકર્તાનું નામ સામે આવ્યું; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે પંજાબમાં કૅપ્ટન અમરિંદર સિંહના બળવા બાદ કૉન્ગ્રેસમાં ભારે ઘમસાણ ચાલી રહ્યું છે. એવામાં અશોક ગહલોતે પંજાબની પરિસ્થિતિને લઈને પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું, “અમરિંદર સિંહ એવું કોઈ પગલું નહીં લેશે જેનાથી કૉન્ગ્રેસને નુકસાન થશે.” જોકે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતની આ સલાહ સામે કૅપ્ટને ભારે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે પંજાબની ચિંતા છોડો. પહેલા રાજસ્થાનમાં શું ચાલે છે એ જુઓ.