ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર.
કોલસાની નિર્માણ થયેલી અછતને પગલે દિવસેને દિવસે દેશમાં વીજળીનું સંકટ ગંભીર બની રહ્યું છે. એવામાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ કોલસાના લગભગ 8 હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ચૂકવવાના બાકી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. તેથી આ રકમ ચૂકવી નહીં તો કોલસાનો પુરવઠો મળતો બંધ થઈ જશે અને એવા સંજોગોમાં વીજ ઉત્પાદનને ફટકો પડી શકે છે.
કુર્લા માં મોટી દુર્ઘટના : 30 સ્કૂટર બળી ગયા. જુઓ વિડિયો જાણો વિગત.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલ નાડુ અને રાજસ્થાન પાસેથી લગભગ 7 કરોડ 974 રૂપિયા વસૂલવાના બાકી છે. તેથી બાકી રહેલી રકમ તાત્કાલિક ચૂકવો એવો કેન્દ્ર સરકારે આ રાજયોને આદેશ આપ્યો છે. કોલસાના પૈસા બાકી હોવાથી સંબંધિત રાજયોને કોલસાનો પુરવઠો પૂરો પાડવામાં અડચણ આવી શકે છે એવી આડકતરી ચીમકી પણ કેન્દ્રએ આપી છે. આ રાજ્યોમાં સૌથી વધુ થર્મલ વીજળીનું ઉત્પાદન થાય છે. હાલ માંડ બેથી ત્રણ દિવસ ચાલે એટલો જ કોલસો આ ચાર રાજયો પાસે બાકી રહ્યો છે.