ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
નવી મુંબઈમાં ઘર લેવાનું પ્લાનિંગ કરતા એવા મધ્યમ વર્ગીય લોકો માટે ગુડ ન્યુઝ છે. બહુ જલદી સિડકો નવી મુંબઈમાં 4,900 ઘરની લૉટરી કાઢવાની છે. લોઅર ક્લાસ અને ઇકૉનૉમિકલી વીકર સેક્શનમાં આવતા નાગરિકો માટે સિડકોનાં આ ઘર ઉપલબ્ધ હશે. તાજેતરમાં જ શહેરી વિકાસપ્રધાન એકનાથ શિંદેએ એક બેઠક કરી હતી, એમાં કોરોના વોરિયર્સને પણ રાહતના દરે ઘર આપવાની તેમણે સૂચના આપી હતી. સિડકોની આ લૉટરીમાં કોરોના વોરિયર્સની સાથે જ પૂરા રાજ્યમાં જરૂરિયાતમંદો માટે પાંચ તબક્કામાં 4,488 ઘર ઉપલબ્ધ થશે.
દેશના આ રાજ્યના સાઇકલ વેપારીઓ ઇન્કમ ટૅક્સના રડાર પર, મોટા પાયે છાપામારી શરૂ; જાણો શું છે સમગ્ર મામલો
સિડકોના જણાવ્યા મુજબ આ ઘર નવી મુંબઈના તલોજા, કળંબોલી, ખારઘર, ઘનસોલી અને દ્રોણાગિરિમાં ઉપલબ્ધ હશે. કુલ 4,488 ઘરમાંથી 1,088 ઘર વડા પ્રધાન આવાસ યોજના, ઇકૉનૉમિકલી વીકર સેક્શન અંતર્ગત આર્થિક રીતે નબળા વગર માટે હશે અને બાકીનાં 3,400 ઘર સામાન્ય વર્ગ માટે હશે.