News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં અત્યારે રાજનૈતિક લડાઈ પુર જોરમાં ચાલુ છે અત્યારે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) મુંબઈ(Mumbai) આવી પહોંચ્યા છે. તેઓ મુંબઈમાં કોને મળવાના છે તેમ જ કોની સાથે ચર્ચા થવાની છે તે સંદર્ભે અત્યાર સુધી કોઈ સમાચાર બહાર આવ્યા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો(Congress MLAs)ને અથવા મહત્વપૂર્ણ નેતાઓને તેઓ બંધબારણે મળી શકે છે. બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓનો મુંબઇનો આ પ્રવાસ વ્યક્તિગત છે. અમુક કલાકો મુંબઈ રોકાયા પછી તેઓ માલદીવ(Maldives) તરફ રવાના થઇ જશે.